વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો જેના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદ ખેંચાતા જગતના તાત પર વિઘ્ન વાદળો છવાઈ ચૂક્યા હતા. જોકે વિઘ્નહર્તાના આગમન પૂર્વે જ ખેડૂતોના વિઘ્ન અંત આવ્યો છે દૂર થયો છે અને રાજ્યમાં ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે આ પાછળનું કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ વધારે મજબૂત થઈ હોવાને કારણે પહેલો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે જે ધીમે ધીમે મધ્ય ભારત તરફ ગતિ કરી રહ્યું છે જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જોકે હવામાન વિભાગની આગાહી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકશે

છેલ્લા એક મહિનાથી મેઘરાજા રાજ્યભરમાં ડોકાયા ન હતા. તો બીજી તરફ અનેક શહેરોમાં તાપમાનના પારામાં વધારો થયો હતો તેમ જ દરિયાઈ વિસ્તારની પટ્ટીમાં ભેજમાં પણ વધારો થતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. હવામાન વિભાગ કરેલી આગાહી મુજબ રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી મેઘરાજા મન મૂકીને પાણી વરસાવશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 17 થી 19 સપ્ટેમ્બર સુધી વલસાડ તાપી ડાંગ નવસારી સુરત સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની શકતા સેવાઈ રહી છે.

આ સિવાય ભરૂચ આણંદ છોટા ઉદયપુર પંચમહાલ નર્મદા સહિતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમરેલી સૌરાષ્ટ્રના ભાવનગર માં પણ વરસાદની સંભાવના  વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવા થી ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.