આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે

નવરાત્રી અને શરદપૂનમ જતાં જ લોકો દિવાળી દિવાળીની સાફ-સફાઈ શરૂ કરી દેતા હોય છે આ દિવસોમાં ઘરનો એક એક ખૂણો તેમજ વપરાતા ન હોય તેવા ગાદલા ગોદડા પણ બહાર કાઢીને સુકવતા હોય છે આ સાથે જ બિન ઉપયોગી વાસણને પણ ધોઈને ફરીથી મૂકતા હોય છે. આ સફાઈ અભિયાન દરમ્યાન ઘરની એક એક વસ્તુ અને બહાર કાઢવામાં આવે છે અને બિનજરૂરી વસ્તુને ભંગારમાં અથવા તો કોઈને આપી દેવામાં આવે છે જેથી ઘરમાં જગ્યા થાય અને ઘર એકદમ ચોખ્ખું બને લગભગ આ કામ દરેકના ઘરમાં થતું હોય છે જેથી નવા વર્ષ દરમિયાન ઘર એકદમ ચોખ્ખું અને સાફ રહે પરંતુ આ બધામાં સૌથી અઘરું કામ છે બારી તેમજ પંખા ને સાફ-સફાઈ કરવામાં કારણ કે આનું સાફ-સફાઈ કરવી ખૂબ જ જટિલ છે તેમાં પણ ખાસ કરીને પંખો એટલે કે સીલીંગ ફેન એક તો ઊંચાઈ પર હોય છે અને તેમાં દરેક ધૂળ ખૂબ જ જામી જતી હોય છે જેથી તેને સાફ કરવો ખૂબ જ અઘરો બને છે. તો ઘણીવાર તેને સાફ-સફાઈ કરવામાં તેની ધૂળ આંખમાં જતી રહે છે અથવા તો નાકમાં જતી રહે છે જેના કારણે એલર્જી થાય છે આંખમાં ધૂળ ઊડી હોવાને કારણે આંખમાં લાલાશ આવી, ખંજોડ વાવી, આંખમાં ઇન્ફેક્શન થવું, આંખમાંથી પાણી નીકળવા વગેરે જેવી સમસ્યા થતી હોય છે તો વળી ધૂળના કારણે અમુક લોકોને તરત જ શરદી પકડી લેતી હોય છે. તો ઘણી વખત થાક તેમજ ધૂળ કારણે શરદી ઉધરસ અને ગળામાં પણ સમસ્યા જોવા મળે છે તો વધુ પડતા થાકને કારણે તાવ પણ અમુક લોકોને આવી જાય છે. ત્યારે આવા સંજોગોમાં સરળતાથી પંખા કઈ રીતના સાફ કરવા આજે હું તમને તેની અલગ ટીપ્સ અને ટેકનીકસ આપીશ તો આવો જાણીએ કઈ રીતના ખૂબ ઓછા સમયમાં અને આપણી ઉપર ધૂળ ન આવે તે રીતે એકદમ સરળતાથી પંખા સાફ કઈ રીતના કરવા.

1. પહેલા તો તમે તેને સીલીંગ પરથી નીચે ઉતારી તેના એક એક પાખ્યાને દૂર કરીને તેરે ડિટર્જન્ટ વડે અથવા તો ભીના કપડાથી વ્યવસ્થિત રીતે સાફ કરી લેવો જોઈએ. આમ તેની સફાઈ ખૂબ જ સરળતાથી થાય છે અને તમે ઉપર ચડતા નથી એટલે કોઈ ધૂળ તમારા આંખ કે નાકમાં જશે નહીં જેથી તમે એલર્જી થી અને તેના થી થતી મુશ્કેલીથી બચી શકો છો.

2.  કોઈ સ્ટુલ કે ખુરશી ઉપર ઉભા રહીને તમે પંખા ની સાફ-સફાઈ કરો છો તો એ સાફ-સફાઈ કરતા પહેલા નાકને કોઈ કપડાં વડે ઢાંકી લેવું જોઈએ અને આંખમાં પણ બને ત્યાં સુધી ચશ્મા પહેરવા જોઈએ આ ઉપરાંત તમારા વાળને પણ કોઈ કપડાથી ઢાંકીને રાખવા જેથી સાફ કરતી વખતે જો ધૂળ નીચે પડે તો તે તમારા વાળ નાક કે પછી આંખને નુકસાન ન કરે.
આ તો હતી ખૂબ જ સામાન્ય અને સમજી શકાય તેવી ટિપ્સ પણ હવે વાત કરીએ એક અલગ જ ટીપ્સની જેના વડે તમે એકદમ સરળતાથી સીલીંગ ફેન ને સાફ કરી શકો છો અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી ધૂળ સાફ કર્યા બાદ તે જમીન પર પણ નહીં ખરે.

3. તેના માટે તમારે એક ઓશીકાનું કવર લેવાનું છે જેને પંખા ના દરેક પાક પર લગાવી દેવાનું છે અથવા તો તેને પહેરાવી દેવાનું છે જે બાદ તમે કોઈ સ્ટૂલ અથવા તો ઊંચાઈવાળી વસ્તુ પર ચડીને તે કવરને આગળ પાછળ રગડશો તો પંખા ના પાખિયા પર રહેલી બધી જ ધૂળ સરળતાથી નીકળી જશે આ ઉપરાંત તેમાં જામેલી ધૂળ પણ કવરની અંદર જ પડશે જેથી નીચે જમીન પણ ખરાબ નહીં થાય અને તમે એકદમ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં પંખા ને વ્યવસ્થિત રીતે સાફ કરી શકશો.