આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉંમટી પડ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં દિવાળીના ડેકોરેશન કરવા માટે અવનવી વસ્તુઓ માર્કેટમાં જોવા મળી રહે છે જેમાં ખાસ કરીને તોરણ તેમજ અલગ અલગ પેટર્નના દીવડાઓ બજારમાં ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. દિવાળી આવતા જ લોકો ઘરમાં સાફ-સફાઈ કર્યા બાદ તેને સજાવવા માટે અવનવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. એમાં ખાસ કરીને અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી લોકો પોતાના ઉજાસ વધે તે માટે દીવા કેન્ડલ કલરફુલ એલઇડી બલ્બનો ઉપયોગ કરીને પોતાના ઘરને સજાવતા હોય છે. વળી હિન્દુ પરંપરા મુજબ પણ અગિયારસથી લઈને લાભપાંચમ સુધી ઘરના મુખ્ય દ્વાર તેમજ એન્ટ્રેન્સને રંગોળી તેમજ દીવડાથી સુશોભિત કરવામાં આવે છે.

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમા ડેકોરેશનની વિવિધ વસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે ત્યારે પરિવર્તનને સંસારનો નિયમ છે. તે મુજબ પહેલા ફક્ત માટીના દેવડા થી ઘરને તેમજ આંગણાને સુશોભિત કરવામાં આવતું હતું ત્યારે હવે જમાનો બદલાયો તેમ તેમાં પણ મોર્ડન ટચ જોવા મળી રહ્યો છે. પહેલા ફક્ત ઘી તેલના દીવડા થતા જે બાદ ઘી તેલના દેવડા સાથે મીણબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે તો આ બધાની સાથે સાથે હવે ઈલેક્ટ્રીક દીવડા પણ માર્કેટમાં આવી ગયા છે તો વળી એટલું ઓછું હોય તેમ મીણબત્તીમાં પણ ઘણી બધી પ્રકારની તેમજ સુગંધ વાળી મીણબત્તી બજારમાં ઉપલબ્ધ છે આ સાથે જ તેલા દેવડા તો થાય જ છે પરંતુ પાણીથી ચાલતા દીવડા નો ક્રેઝ પણ ખૂબ જ વધ્યો છે ઇલેક્ટ્રોનીક્સ આઈટમ માં પહેલા ફક્ત સિરીઝ જ બજારમાં જોવા મળતી હતી ત્યારે હવે જુદી જુદી લાઈટ થતાં લેમ્પ તેમજ હવે તો તેમાં દીવડાઓની હાર વાડી સિરીઝ તેમજ સેલ વાળી મીણબત્તી પણ બજારમાં જોવા મળી રહી છે આ ઉપરાંત તેના અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ પણ બજારમાં ખૂબ જોવા મળી રહ્યા છે તો વળી એકી સાથે પાંચ સાત દીવડા સમાઈ જાય તેવા સ્ટેન્ડ પણ હવે બજારમાં ઉપલબ્ધ બન્યા છે.