નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત

નવરાત્રિના પર્વને આડા હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી દરમિયાન ખેલૈયામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે ખેલૈયાઓ નવરાત્રી ના નવા નવ દિવસ દરમિયાન અલગ જ ટ્રેન્ડ ફોલો કરતા હોય છે ત્યારે આ વર્ષે ડાયમંડ સિટી સુરતમાં પણ એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. સામાન્ય રીતે નવરાત્રિના દિવસોમાં ખેલૈયાઓના પહેરવેશ માં અથવા તો તેના લુકમાં ટ્રેન્ડનો મિજાજ જોવા મળતો હોય છે અલગ પ્રકારના દુપટ્ટા પાઘડી ટેટુ સહિતના ક્રેઝ ખેલૈયાઓ અપનાવતા હોય છે. નવરાત્રી પહેલા જ ખેલૈયાઓ ગરબા ની પ્રેક્ટિસથી માંડીને કપડાં અને કયો પ્રકારનો લુક કયા દિવસે કરશે કયા દિવસે કયા રંગનું પહેરવેશ ધારણ કરશે તેમજ ક્યાં રમવા જશે ત્યાં સુધીનું નક્કી કરતા હોય છે તો વળી ગ્રુપ માં જતા લોકો તો એકસરખા ચણિયાચોરી પણ પહેરતા હોય છે અને એક સરખું લુક તેમજ મેકઅપ પણ કરતા હોય છે પરંતુ આ વર્ષે ખેલૈયાઓના સ્મિતમાં અલગ જ ચમક જોવા મળશે.

ગુજરાતના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં આ વર્ષે ખેલૈયાઓ નું સ્મિત અલગ રીતે ચમકશે કારણકે અહીં નવરાત્રિ દરમિયાન પહેરવેશમાં નહિ પરંતુ દાંતમાં હીરો લગાવવાનું એટલે કે ડાયમંડ લગાવવાનો ક્રેઝ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. જેને લોકો સ્વરોસ્કી તરીકે ઓળખે છે. જે બજારમાં અલગ અલગ 16 પ્રકારના શેડમાં તેમજ સાઇઝ મળે છે આ ઉપરાંત અને ખૂબ જ સરળતાથી દાંત પર લગાડી શકાય છે જેને લગાળતા ફક્ત પાંચ થી દસ મિનિટ જેટલો જ સમય લાગે છે. જોકે એક દાંત પર આ ડાયમંડને લગાડવાની કિંમત 2000 થી લઈને 2500 સુધીની છે જોકે નવરાત્રી નો પર્વ હોવાથી અમુક જગ્યાએ ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે.