યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ

દિવાળી વેકેશનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દિવાળી વેકેશન માણવા માટે તૈયારીઓ કરી રહ્યા છે જેને પગલે મોટાભાગની ટ્રેનો અને હોટલો ફુલ થઈ ગયા છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન વધતી હોય છે પરંતુ ઇન્ટરનેશનલ ટૂર પેકેજો ની સાથે આ વર્ષે ડોમેસ્ટિક ટુર નો ક્રેઝ પણ લોકોમાં વધ્યો છે જેને કારણે રણઉત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ, કચ્છ, માંડવી સહિતની ડિમાન્ડમાં વધારો થયો છે. સમગ્ર ભારતના વિવિધ વિસ્તારના તેમજ વિવિધ સમાજના લોકો ગુજરાતમાં વસે છે. ગુજરાતના લોકો ફરવા  અને ખાવાના ખૂબ શોખીન હોય છે. તો વળી તેના આ મિજાજ ને કારણે અમુક શહેરો પણ આવા મિજાજને કારણે ખૂબ જ પ્રચલિત રહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો રાજકોટ ને રંગીલુ રાજકોટ કહેવાય છે કે ગુજરાત રાજ્યના દરેક શહેરમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક તેમજ ખૂબ હરસોલા સાથે ઉજવાતો હોય છે તેમાં ખાસ કરીને દિવાળી તહેવાર આવતા જ લોકોના ઉત્સાહમાં વધારો થતા હોય છે નવરાત્રી પૂર્ણ થતા જ દિવાળીની તૈયારીઓમાં લાગી પડતા હોય છે તો વળી દિવાળીની ઓફિસો તેમજ શાળામાં વિદ્યાર્થીઓને વેકેશન પડતા લોકો ફરવા ઉમટી પડતા હોય છે જેને કારણે મોટાભાગના પ્રવાસન સ્થળો પર ઘસારો જોવા મળતો હોય છે. આથી પહેલેથી જ લોકો પ્લાનિંગ શરૂ કરી દે છે.

દિવાળી વેકેશન 18 થી 20 દિવસનું પડતું હોય છે ત્યારે લોકો પહેલેથી જ પોતાના પ્લાનિંગ કરી લેતા હોય છે જેને કારણે ઘણી વખત દિવાળીના ગણતરીના દિવસો આડા હોય છે ત્યારે ટ્રેન બસ તેમજ હોટલના બુકિંગ મળવા ખૂબ જ અઘરા બનતા હોય છે ત્યારે આ વર્ષે ગુજરાત આસપાસ ના વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, સોમનાથ, કચ્છ, દ્વારકા, સાપુતારા, ચાપાનેર, અંબાજી, આબુ, તુલસીશ્યામ, દમણ ,માંડવી, દિવ ની જગ્યા લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે જેને કારણે અત્યારથી જ 70 ટકા જેટલા બુકિંગ થઈ ગયા છે. જોકે પહેલા ઇન્ટરનેશનલ ટુર સાથે સિંગાપોર સાઇટની જગ્યાઓનો ક્રેઝ વધ્યો હતો પરંતુ સમય જતા ડોમેસ્ટિક ટુર પ્લેસ ની ડિમાન્ડ ખૂબ વધી રહી છે જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જોકે આ વર્ષે ઇન્ટરનેશનલ ટુર માટે વિઝા પાસ કરવાની પ્રક્રીયા થોડી અઘરી બનતા પણ તેનું પ્રમાણ ઘટ્યું છે. આથી આ વખતે પ્રવાસીઓનો રસ ડોમેસ્ટિક તરફ વધુ વળ્યો છે જેના કારણે સમગ્ર ગુજરાતના ટુરિસ્ટ સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી શકે તેમ છે. જોકે આ વર્ષે તો દિવાળીના બુકિંગ ચાર પાંચ મહિના અગાઉથી જ થઈ ચૂક્યા છે જેને કારણે મોટાભાગના પ્રવાસન સ્થળો પર 50 થી 60 ટકા જેટલા બુકિંગ અત્યારથી જ થઈ ચૂક્યા છે.