કરોડો લોકોના આસ્થાના ઘૂઘવતા મહાસાગર સમાન સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ આસમાનને આંબી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ નીચે કંડારાયેલા શિલ્પચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચીતરવામાં આવતા સનાતન ધર્મના સંતો-મહંતો અકળાયા છે. હવે પૂજ્ય.મોરારિ બાપુ સહિત એક પછી એક સંતો-મહંતો અને હિન્દુ સંગઠનોના નિવેદનો સામે આવી રહ્યા છે.

ભીંતચિત્રો દૂર કરવા ઉગ્ર માંગણી કરી છે. જો વિવાદ મામલે નમતું જોખવામાં નહિ આવે તો ધર્મ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. વધુમાં રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા તો આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ પણ મોકલવામાં આવી છે. ત્યારે આ વિવાદ કયા જઈને અટકશે? તે કહેવું મુશ્કેલ છે.

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરનો વિવાદ હાલ દેશ ભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી મહારાજ સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા દેખાયા, વધુમાં સ્વામીનારાયણજીના ચરણમાં બેઠા હોય તેવા આડેધડ ચિત્રો કંડારાયા છે.

શુ કહ્યું મોરારીબાપુએ?

આ મામલે મોરારી બાપુએ રોષ સાથે કહ્યું કે આ મામલે સમાજે જાગૃત થવુ જોઈએ. હું અગાઉ પણ બોલ્યો હતો ત્યારે મારી સાથે કોઈ બોલ્યું ન હતું. હવે સનાતન ધર્મના લોકોએ. આ મામલે આગળ આવવું જોઈએ.

રામેશ્વર બાપુએ કહ્યું આવું?

રામેશ્વર બાપુએ આ અંગે કહ્યું કે આજે ઘણા લોકોએ હનુમાનજીને સામાન્ય વ્યક્તિ તરીકે દેખાડવાનો હીન પ્રયાસ કર્યો છે. જે સનાતન ધર્મથી વિરુદ્ધ છે તેમ કહીને આકરા શબ્દોમાં તેઓ બોલ્યા હતા. કે સમજી જાવ, પાછા વળી જાજો કેમ કે સનાતન ધર્મએ આજકાલનો નથી. આદિઅનાદિ છે.

મહંત ઇન્દ્રભારતી બાપુએ આરોષ સાથે કહ્યું કે અમે સનાતન ધર્મની સાથે ઉભા છીએ. હનુમાનજીનું આ આપમાન દેવું દેવી-દેવતાઓનું અપમાન છે. જે ક્યારેય સાંખી લેવામાં આવશે નહિ! આ લોકો ભૂલ કરીને માફી માંગવાના આ ડીંડવાણા ક્યાં સુધી ચાલશે.

લોકો એવુ કહી રહ્યા છે કે આશરે 7000 વર્ષ અગાઉ ભગવાન શ્રી રામ અને રાવનનું યુદ્ધ થયું હતું.ત્યારે શ્રી રામ ભક્ત હનુમાનજી પણ જન્મ્યા હતા. અને હનુમાનજી રામજીના પરમ ભક્ત હતા. હિન્દુ સનાતન ધર્મ હજારો વર્ષ જૂનો છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ જૂનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.