પાણી માં પડેલા સ્માર્ટ ફોનને તમે પણ આ રીતે જ સૂકવો છો તો ચેતી જજો શોર્ટ સર્કિટ થઈ શકે છે

સ્માર્ટ ફોન ઉપયોગના નાનાથી લઈ મોટા તમામ લોકો કરી રહ્યા છે. આ ઉપકરણ એવો મૂલ્યવાન બની ગયો છે કે લોકો હવે પોતાના દવાઓના ટાઈમીંગ થી લઈને બેંક સ્ટેટમેન્ટ સુધીની ડિટેલ આ ઉપકરણમાં સેવ કરે છે આ બધાના કારણે લોકો માટે સ્માર્ટફોન એટલો અગત્યનો થઈ ગયો છે કે જો મોબાઈલને કંઈ થાય તો લોકોનો જીવ તાવડે ચોંટી જાય છે. તો ઘણી વખત નાના છોકરાઓ રમત રમત રમતમાં ફોનને ઘા કરતા હોય છે અથવા તો પાણીમાં નાખી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં સ્માર્ટફોન ને રીપેર કરાવવા કારીગરોને મસ્ત મોટી રકમ આપવી પડતી હોય છે તો ઘણી પરિસ્થિતિમાં તો ફોન તો રીપેર થઈ જાય છે પરંતુ તેને ફોર્મેટ મારવો પડે છે જેના કારણે તમારો અગત્યનો ડેટા મેમરીઝ એટલે કે ફોટા પણ ડીલીટ થઈ જતા હોય છે. વળી ચોમાસાની સિઝનમાં પણ લોકો પોતે ભીંજાય તેનો વાંધો નહીં પણ સ્માર્ટફોન ભીંજાવા દેતા નથી હોતા જો સ્માર્ટફોન પાણીના સંપર્કમાં આવી જાય તો લોકોનો જીવ અધ્ધર થઈ જાય છે. જો સ્માર્ટફોન પાણીમાં પડે અથવા તો તેમાં પાણી ચાલ્યું જાય તો તેને સ્માર્ટફોનમાંથી પાણી શોષાવવા માટે અવનવા ટોટકાઓ અપનાવતા હોય છે જે ઘણી વખત ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

સ્માર્ટફોનને ડ્રાયરથી સુકવવાથી શોર્ટ સર્કિટની શક્યતા વધુ

સ્માર્ટફોનના પાણીમાં પડે અથવા સ્માર્ટફોન પલળી જાય ત્યારે વપરાશ કરતાં ઓ આવા સમયે તેમાંથી પાણીનું શોષણ કરવા માટે વાળ સુકવવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રાયર નો ઉપયોગ પાણી સુકવવા માટે કરતા હોય છે પરંતુ આ કરવું એ જોખમ ભર્યું સાબિત થઈ શકે છે કારણ કે આ એક ઇલેક્ટ્રોનિક ગેજેટ હોવાથી તેમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે.

ચોખાના ડબ્બામાં સ્માર્ટફોન રાખવાથી બારીક દાણાઓ ઉપકરણમાં પ્રવેશે

કેટલાક લોકો સ્માર્ટફોનમાંથી પાણી શોષાવવા માટે ચોખાનો ઉપયોગ કરતા હોય છે તેઓ પોતાના સ્માર્ટફોન અને ચોખાના ડબ્બા ની અંદર લાંબો સમય સુધી મૂકી રાખે છે કારણ કે વપરાશ કરતા અને એવું લાગે છે કે ચોખામાં પાણીને શોષવાનું ગુણ છે. પરંતુ આ કરવું હિતાવહ નથી.આમ કરવાથી ચોખાના બારીક દાણા ઉપકરણમાં જઈ શકે છે. એટલું જ નહીં, ધૂળ અને ગંદકી પણ ઉપકરણમાં પ્રવેશી શકે છે.

સૂર્યપ્રકાશમાં રાખવાથી પાણી સુકાઈ જશે

સ્માર્ટફોન જો પાણીના સંપર્કમાં આવે તો પ્રથમ તો તેને સર્વિસ સેન્ટરમાં આપવો જ યોગ્ય નિર્ણય ગણાશે પરંતુ કેટલીક પરિસ્થિતિમાં જો એ શક્ય ન બને તો આવી સ્થિતિએ સ્માર્ટફોનના દરેક પાર્ટ્સને એટલે કે બેટરી સીમ કવર તમામ વસ્તુઓને અલગ કરવી અને સૂર્યપ્રકાશમાં મૂકી રાખવી પાણી શોષાઈ જશે.