સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરના જોવાલાયક સ્થળો અને તેની વિશિષ્ટતા

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામ રાવળનું જામનગર રાજાશાહી અમૂલ્ય દેન સમાન છે અહીં આજે પણ રાજાશાહી વખતની ભવ્ય ઇમારતો અને કલાકૃતિઓ ઝલક પણ જોવા મળે છે ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો લાખોટા તળાવ માંડવી ટાવર પંચેશ્વર ટાવર સહિતની ઇમારતો રાજાશાહીને જીવંત રાખી રહી છે. જામનગરની મધ્યમાં આવેલ દરબારગઢ જ્યાં રાજા મહારાજા પોતાના પ્રશ્નનો નિરાકરણ લાવતા અને પ્રજાને સંભાળતા હતા. આમ તો દરિયાની દ્રષ્ટિએ જામનગર ખૂબ ભાગ્યશાળી રહ્યું છે કારણ કે જોડિયા તાલુકા થી પોરબંદર સુધીનો 320 km સુધીનો દરિયો જામનગરને મળ્યો છે જામનગર થી કચ્છ તરફ જતા વચ્ચે લગભગ 42 જેટલા નાના-મોટા બીચ આવેલા છે. જામનગરમાં પર્યટક સ્થળો વિશે જો વાત કરવામાં આવે તો સોલેરીયમ બાલા હનુમાન ખીજડીયા પક્ષી અભ્યારણ જેવા અનેક સ્થળો છે પરંતુ જામનગર શહેરનું નામ લેતા જ તળાવની પાડ એટલે કે લાખોટા તળાવ અને પહેલે લોકોના મગજમાં પહેલા આવે છે.

1.લાખોટા તળાવ અને પેલેસ

રણમલ અથવા લાખોટા પેલેસ તરીકે જાણીતું આ સ્થળ નું નિર્માણ 1820 થી 1852 ના સમયગાળામાં થયું છે આજુબાજુ સુંદર અને શાંત તળાવ આવેલું છે જેને રણમણ તળાવ અથવા લાખોટા તળાવ અને તળાવની પાડ તરીકે લોકો ઓળખે છે રાજાશાહી વખતના આ તળાવને મધ્યમાં આવેલા જીવંત રાખવા મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે જો કે સમય જતા તળાવની પાડને વધુને વધુ સુંદર બનાવવાના પ્રયાસો જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે આજે સાંજના સમયમાં અહીં જામનગરનો ઈતિહાસ દર્શાવતો લેઝર શો મ્યુઝિયમ માછલીઘર વગેરે પર્યટકો ને મોહી લે છે.

2. સોલેરીયમ

જામનગરમાં સોલરિયમ રાજાશાહી વખતનું છે જેની સ્થાપના જામસાહેબ રણજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી રણજીતસિંહના વિનંતી પર ફ્રાન્સના જીન સેડમને 6 લાખમાં બનાવી આપ્યું હતું આ સોલારિયમ ની ઊંચાઈ 40 ફૂટ છે પ્લેટફોર્મ પર જે સોલરિયમ કેબિન બાંધવામાં આવી છે તે જમીનથી 30 ફ્રુટ ઊંચા ટાવર ઉપર ગોઠવવામાં આવી છે.
આ સોલારિયમ ની વિશેષતા એ છે કે તેમાં આવેલી કેબિનને સૂર્યની દિશા પ્રમાણે ફેરવી શકાય છે આકાશમાં ફરે તે પ્રમાણે 10 15 મિનિટ ગોઠવવામાં આવે છે અને તેના નિરીક્ષણ રૂમમાં નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. રાજાશાહી વખતના બનાવટનું આ સોલારિયમ તેનું મૂળ ઢાંચો યથાવત રાખી ને લોકો માટે હાલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

3. બાલા હનુમાન મંદિર

લાખોટા તળાવની કાંઠે આવેલું ભગવાન હનુમાનજીનું મંદિર રામધુન માટે જાણીતું છે બિહારમાં જન્મેલા પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા ૧૯૬૦માં આ મંદિરની સ્થાપના કરી હતી.1 ઓગસ્ટ 1964 થી શરૂ થયેલી શ્રીરામ જયરામ જય જય રામની અખંડ ધૂન આજે પણ ચાલી રહી છે આધુનમાં જે સ્વયંસેવકો સહભાગી થાય છે તેઓ ક્યારેય પણ આ ધૂનને ખંડિત થવા દેતા નથી વર્ષ 2001માં આવેલા ભૂકંપથી આખું ગુજરાત હલભલી ગયું હતું પરંતુ આ ધૂન બંધ થઈ ન હતી આજ દિન સુધી ચાલી રહેલી રામધૂનને પગલે આ મંદિરનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડ માં પણ નોંધાયું છે.

4. પ્રતાપ વિલાસ પેલેસ

1914 માં રામ રણજીતસિંહ દ્વારા બંધાવેલા આ પેલેસ ગુજરાતના અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પેલેસમાં પ્રતાપ વિલાસ પેલેસ ની ગળના થઈ રહી છે 720 એકર માં ફેલાયેલો આ પેલેસ યુરોપિયન સ્થાપત્યો અને ભારતીય સુંદર કોતરણી કામ અને ગ્લાસ ટેકનિક થી સજાવવામાં આવેલો છે આ પેલેસ ત્રણ ડોમ પ્રવેશ દ્વાર પર બે વાઘ ના શિલ્પો દરબાર હોલ મોઝેક ફ્લોર કુલ સાત ડોગ અને 12 બાલ્કની થી સુશોભિત છે.

5. મોક્ષ ધામ

જામનગરનું આ મોક્ષધામ એટલે કે સ્મશાન અન્ય સ્મશાન કરતા અલગ છે અહીં દુઃખમાં પણ આધ્યાત્મક અને સાંત્વના મળી રહે તેવું વાતાવરણ જોવા મળે છે. અહીં અનેક સંતો ઋષિઓ છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ની મૂર્તિઓ અને શિલ્પો આવેલી છે શ્રીરામનો વનવાસ અને શબરીની ઝૂંપડી આબેહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે આ મોક્ષ ધામમાં જીવનનું ચક્ર દર્શાવવામાં આવ્યું છે જે માણસ અને તેના કર્મનો ખ્યાલ અપાવે છે દ્વારા લેવામાં આવી રહી છે દેવી-દેવતાઓના મંદિરો અને વિશ્વ વિભૂતિઓના પુનિત નો સંદેશો અહીં સંભાળવામાં આવે છે આ સ્મશાનની મુલાકાત લેવા લોકો દૂર દૂરથી આવે છે.

6. ખીજડીયા અભ્યારણ

ખીજડીયા અભ્યારણ 1920 માં જામનગર થી લગભગ 12 કિલોમીટર ના અંતરે બનાવવામાં આવ્યું હતું.
605 હેકટર વિસ્તાર માં ફેલાયેલા અભયારણ્યમાં બે માનવ નિર્મિત ડેમ આવેલ છે જેમાં એકમાં તાજુ પાણી જ્યારે બીજામા સમુદ્ર નું પાણી એકત્રિત થાય છે. અહીં ગુજરાત માં 453 જાત ના પક્ષીઓ જોવા મળે છે શિયાળાની ઋતુ દરમ્યાન કુલ 8600 થી વધુ જાતના પક્ષીઓ જોવા માળે છે.

7. પીરોટન ટાપુ

ખડકોવાળા સુંદર રંગના પીરોટન ટાપુ જામનગર થી 29 કિલોમીટરના અંતરે આવેલાં છે. આ ટાપુ 458 ચોરસ કિલોમીટર માં આ પથરાયેલ છે. પર્યટકોને આકર્ષવા માટે સરકાર દ્વારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુમાં ભિન્ન ભિન્ન કદ અને આકાર ની જીવસૃષ્ટિ જોવા મળે છે. જ્યારે ભરતી ના સમયે ટાપુ પર પાણી ચડે છે તેવા સમયે જળચર પ્રાણીઓ નિહાળી શકાય છે.

આ સિવાય બેડી પક્ષી અભયારણ્ય, સિક્કા બંદર, મહાપ્રભુજી ની બેઠક, પ્રાચીન નાગનાથ, ખીજડા, ભીડભંજન હનુમાનમંદિર, જૈન મંદિર, સ્વામિનારાયણ મંદિર, બેડી બંદર, નવનતપુરી ધામ, સપડા માં આવેલું પૌરાણિક ગણપતિ મંદિર, ખીજડીયા મંદિર, ગુરૂદ્વારા,સાત રસ્તા સર્કલ, છોટા કાશી વિશ્વનાથ મંદિર વગેરે જેવા જોવાલાયક સ્થળો આવેલાં છે.