જાણો કઈ રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેને ધારણ કરવાથી કઈ બીમારીઓ દૂર થાય છે

રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ આ બે શબ્દો મળીને રુદ્રાક્ષ શબ્દ ઉદભવ્યો છે આમ તો રુદ્રાક્ષ મૂળભૂત રીતે પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે જેમાં ખાસ કરીને ઇન્ડોનેશિયાના જાવા સુમતાના નાના કદના રુદ્રાક્ષ અને નેપાળમાં મોટા કદના રુદ્રાક્ષ સૌથી વધુ જોવા મળે છે જોકે ભારતમાં પણ હવે રુદ્રાક્ષના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે આમ તો રુદ્રાક્ષને અનેક નામોથી ઓળખવામાં આવે છે રુદ્રાક્ષને પવન, નીલકંઠ, શિવપ્રિય, ત્રિમેરુ શિવકૃતનાશક, અમર વગેરે નામોથી ઓળખાય છે. પ્રાચીનકાળથી જ રુદ્રાક્ષને ધારણ કરવું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે રુદ્રાક્ષમાં અનેક પ્રકારના ગુણ હોવાથી તે રોગ દૂર કરવમાં મદદ રૂપ છે આ ઉપરાંત તે મન અને શરીરમાં પણ તે સકારાત્મક ઊર્જાનો ઉદ્ભવ કરે છે. આમ તો રુદ્રાક્ષ એ કુદરત દ્વારા આપવામાં આવેલું એક વરદાન છે રુદ્રાક્ષ માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિમાં મોટું યોગદાન આપે છે એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર પર દેવાધિદેવ મહાદેવ ની અસીમ કૃપા તો બની જ રહે છે આ સિવાય ચિત્ત અને મન શાંત રાખવામાં રુદ્રાક્ષ મદદરૂપ છે રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

આ રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ

પ્રચલિત કથા અનુસાર દેવાધી દેવ મહાદેવ દુનિયાનું કલ્યાણ કરવા માટે સેકડો વર્ષો સુધી તપ કર્યું હતું. જે દરમિયાન મહાદેવ અચાનક જ દુઃખી થઈ ગયા હતા તે સમયે તેના નેત્રમાંથી અશ્રુ પડ્યા હતા. જેનાથી રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું હતું આમ ભગવાન શિવના અશ્રુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે તેવું માનવામાં આવે છે. સનાતન ધર્મમાં રુદ્રાક્ષને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે શિવપુરાણમાં રુદ્રાક્ષના અલગ અલગ 14 પ્રકાર કહેવામાં આવ્યા છે.

અનિંદ્રા યાદશક્તિ શ્વાસ જેવી બીમારીમાં રુદ્રાક્ષ ફાયદાકારક

રુદ્રાક્ષ તન અને મન માટે ફાયદાકારક છે કારણ કે તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે આ સિવાય ચિંતા અને માનસિક તણાવ ઓછો કરવામાં પણ ઉપયોગી છે રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીરમાં ઊર્જાની વૃદ્ધિ તો થાય જ છે આ ઉપરાંત ડિપ્રેશન અને માથાનો દુખાવો પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે તેમજ નાક કાન આંખ ગળાની બીમારીમાં પણ ઉપયોગી છે.

આ સમય દરમિયાન રુદ્રાક્ષને કાઢી નાખવો હિતાવહ

ટોયલેટ જતા સમયે સેક્સ કરતા સમયે તેમજ સ્મશાન યાત્રા દરમિયાન અને પ્રસુતિ સમયે રુદ્રાક્ષ કાઢી નાખવો જોઈએ અને તેને ઉન અથવા તો રેશમના કપડામાં રાખવો જોઈએ. આ સિવાય જો રુદ્રાક્ષના મુખની રેખાઓ ખંડિત થઈ હોય અથવા તો તિરાડ પડી ગઈ હોય તો તેને તરત જ ઉતારી દેવું હિતાવહ છે.