શા માટે નાની ઉંમરમાં આવી રહ્યા છે હાર્ટ એટેક જાણવા આ રહ્યા કારણ..

દિવસે ને દિવસે નાની વયે હાર્ટ અટેક ના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ જામનગરમાં 19 વર્ષનો યુવક દાંડિયા ની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન ક્લાસીસ ની અંદર જ રમતા રમતા ઢડી પડ્યો હતો. પરંતુ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કારણો શું છે તે જાણી એ તો. આજે સૌ કોઈની જીવનશૈલી અનિયમિત અને ઝડપથી બદલાતી જીવનશૈલી ના કારણે હાર્ટ અટેક આવવાની સંભાવના વધી રહી છે. ગરબા રમતા રમતા, ક્રિકેટ રમતા રમતા, ડાન્સ કરતા કરતા આવા બનાવ બની રહ્યા છે. જેમાં સીધું મૃત્યુ થઈ જાય છે. આ હાર્ટ એટેક કેટલો ઘાતક નીવડે છે કે લોકોને બચવાનો કે બચાવવાનો મોકો જ નથી મળતો તો આવો જાણીએ શું છે નાની ઉંમરે હાર્ટ એટેક આવવા પાછળના કારણો.

ભણવાનું તથા કામનું પ્રેશર

આજના યુવાનો તથા બાળકો તેના કામ અને ભણતરને લઈને ખૂબ જ દબાણમાં રહે છે. તો વળી આજકાલના યુવાનો સતત સ્ક્રિનિંગ કરતા હોય છે જેના કારણે તેઓને કસરત કરવાનો કે શારીરિક શ્રમ થાય તેવી પ્રવૃત્તિ કરવાનો સમય જ રહેતો નથી આથી હાર્ટ એટેક આવવાનું એક કારણ આ પણ હોઈ શકે.

વ્યસન અથવા તો આલ્કોહોલ

આજની ભાગદોડ વાળી જિંદગીમાં સતત લોકો ને તણાવ વચ્ચે રહેવું પડતું હોય છે. ત્યારે તળાવને દૂર કરવા માટે આજના યુવાનો અને એક વ્યસનોના બંધાણી બનતા જાય છે જેમાં ખાસ કરીને સિગરેટ તથા આલ્કોહોલ બંધાણી બની જાય છે. જે લાંબા ગાળે હાર્ટ અટેક પાછળનું એક મોટું કારણ બની શકે છે.

સ્થૂળતા

બેઠાડા જીવનને કારણે આજકાલ લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ જોવા મળી રહે છે. જે શરીર માટે ખૂબ જ હનીકારક સાબિત થઈ શકે તેમ છે. વધુ પડતી સ્થૂળતા પણ શરીરમાં અનેક નવી બીમારીઓ સાથે હાર્ટ અટેક માટેનું પણ એક કારણ બને છે.

પેક ફૂડ અને ફાસ્ટ ફૂડ

આપણી બીજી લાઈફ સ્ટાઈલ અને સ્ટેટસ વાળી લાઈફ સ્ટાઈલ ને કારણે આજે લોકો અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તરફ લોકો વધુને વધુ આગળ વધી રહ્યા છે તો બીજી તરફ બાળકોમાં પણ પેક ફૂટનું પ્રમાણ વધી રહ્યું છે. આજે લોકો લીલોતરી તેમજ કઠોળની બદલે રેડી જંક ફૂડ પિઝા પાસ્તા બર્ગરમાં ઓવર પ્રમાણમાં ચીઝ ખાઈ રહ્યા છે જે આપણા શરીરને નુકસાનકારક અને તેની અસર હૃદયને પણ થાય છે.

સ્ટ્રેસ લેવલ

આજે નાના થી લઈને મોટા દરેક લોકો સ્ટ્રેસ લેવલ અનુભવી રહ્યા છે આ ઉપરાંત બીઝી લાઈફ સ્ટાઈલને કારણે લોકોને અનિયમિત જીવનશૈલી તેમજ આરોગ્યને નુકસાન કરે તેવા ખોરાક લેવાનો પ્રમાણ પણ વધી ગયું છે જેના કારણે હૃદયને અસર થાય છે તો ઘણા સંજોગોમાં હાર્ટ બીટ પણ ઓછી થઈ જાય છે જેને કારણે હૃદય રોગ થવાની શક્યતા વધી જાય છે.