રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત

જામનગર તા.૨૪ ઓગસ્ટ, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનું પર્વ દર વર્ષે ગુજરાતી મહીના પ્રમાણે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરકારી ઓફિસોમાં તેમજ કેલેન્ડરોમાં ૩૦ ઑગસ્ટના રોજ રક્ષાબંધનનીં જાહેર રજા છે.

પરંતુ લોકોમાં એ પ્રશ્નએ ચર્ચા જગાવી છે કે રાખડી ૩૦ તારીખને બુધવારના રોજ બાંધવી કે ગુરુવારે ? જ્યારે જાણકારોના મત અનુસાર રક્ષાબંધન ૩૦ તારીખના રોજ છે. આ દિવસે સવારે ૧૧ વાગ્યા સુધી ચૌદશ અને ત્યાર બાદ પૂનમ શરૂ થશે. પરંતુ આખો દીવસ ભદ્રકાળ હોવાથી દીવસ દરમિયાન રાખડી બાંધવી શુભ ગણાશે નહી.

30 ઓગસ્ટ 2023 બુધવારે સવારે 10.59 વાગે પૂર્ણિમા તિથિ શરૂ થશે અને બીજા દિવસે 31 ઓગસ્ટના રોજ સવારે 7.06 વાગે પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે. પૂર્ણિમાની તિથિ શરૂ થતાં જ ભદ્રા સવારે 10:59થી શરૂ થઈને રાત્રે 9.02 મિનિટ સુધી રહેશે. માટે 30મી એ રાત્રે 9:02 થી રાત્રે 11:02 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.