પ્રોબાયોટિક્સ યુક્ત ખોરાક લેવાથી રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિમાં વધારો થાય છે

સામાન્ય રીતે ચોમાસાની  ઋતુ દરમિયાન ઝાડા ઉલટી પેટમાં દુખાવો સહિતના પેટ ને લગતા રોગ તેમજ ખરજવું ધાધર નાની નાની ફોડલી જેવા  ચામડીના રોગ વધુ વક્રતા હોય છે આ ઉપરાંત મચ્છરજન્ય રોગ  જેવા કે  ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા  પણ થવાની સંભાવના વધી જાય છે. તો વળી આ ઋતુ દરમિયાન વરસાદી પાણી તેમજ વાતાવરણ ઠંડુ હોવાથી તેની અસર  ગટ હેલ્થ એટલે  પેટ થી લઈને આંતરડા સુધી પડે છે. ગટ ને આપણા શરીરનું બીજું મગજ પણ કહેવામાં આવે છે. ચોમાસામાં દરમિયાન નવું પાણી આવતા   પેટ જન્ય રોગ  થવાની શક્યતા વધારે રહે છે આથી આવા સમયે દરમિયાન પ્રોબાયોટીક્સ વાળા ખોરાકો લેવા જોઈએ જે આપણા શરીરમાં પાચન શક્તિમાં વધારો તો કરે જ છે આ ઉપરાંત ડિપ્રેશન, ચિંતા તળાવમાં ઘટાડો કરે છે તેમજ યાદશક્તિ વધારવામાં પણ ઉપયોગી છે તેમ જામનગરના હેલ્થ  એક્સપર્ટ જણાવ્યું હતું.

પ્રોબાયોટીક્સ એટલે શું?

પ્રોબાયોટિક્સ એ એક બેક્ટેરિયા છે જે આપણા શરીરમાં કુદરતી રીતે ઉદભવે છે. આમ તો પ્રોબિટિક્સના કરોડો પ્રકારો છે પરંતુ આપણા શરીરમાં મુખ્યત્વે લેક્ટોબેસીલસ અને બિફિડોબેક્ટેરિયમ  વધુ જોવા મળે છે. પ્રીબાયોટિક્સ એક છોડ જેવા રેસા હોય છે. જે શરીરમાં ખાતર જેવું કામ કરે છે, જે આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધવામાં મદદ કરે છે. આપણા શરીરને બીમારીઓ થી બચાવવા માટે પેટ સ્વસ્થ રાખવું જરૂરી છે. આપણા શરીરમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે એક શરીર માટે સારા અને બીજા હાનિકારક હોય છે. પ્રોબાયોટિક્સ બેક્ટેરિયા શરીર માટે ફાયદાકારક છે જે પાચનશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.તમારા આહારમાં નિયમિત પ્રીબાયોટિક્સ લેવાથી જ ફાયદો થશે, પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તમારા શરીરની પરિસ્થિતિ જાણ્યા વગર તમારા આહારમાં કંઈપણ સામેલ કરવું જોઈએ. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે દરેક વ્યક્તિ નું શરીર અલગ-અલગ હોય છે જેથી દરેક વ્યક્તિનો આહાર તેના શરીરમાં શું કમી છે તેના આધારે નક્કી કરવો જોઈએ. જો તમે તમારા રોજિંદા જીવનમાં આહારમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો આહારમાં ફેરફાર કરતા પહેલા નિષ્ણાંત ની સલાહ લો.

પ્રોબાયોટિક વાળા ખોરાક નુ લિસ્ટ
 – દહીં
– છાસ
– ઈડલી
– ઢોસા
– ઢોકળા
-હાંડવો
-ખમણ
-અથાણું
– કાનજી (અલગ અલગ વસ્તુ માંથી બનતી )