ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન

નવરાત્રીને લઈને ખેલૈયા માટે માઠા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે સતત વધતા ભેજ અને તાપમાનની સ્થિતિ સર્જાતા આ વખતે નવરાત્રીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં ઓગસ્ટ મહિનાથી વરસાદ ખેંચાઈ ગયો હતો અને હવામાન વિભાગ દ્વારા વરસાદની ગતિવિધિ પરચા આપતી નજર રાખવામાં આવી હતી જેને પગલે નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આથી ખેલૈયાઓને વરસાદનું વિજ્ઞાન લડી શકે તેમ છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર પ્રથમ નોરતા બાદ એટલે કે 15 ઓક્ટોબર બાદ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ પડવાની પાછળ દરિયાઈ તાપમાન કારણભૂત બની શકે છે હાલમાં દરિયાઈ તાપમાન ઊંચું છે અને આવનારા દિવસોમાં પણ આ તાપમાનનો પારો ઊંચો રહે તેવી શક્યતા છે આ સાથે જ જમીનનું તાપમાન નો પારો પણ ઉંચો રહેશે અને તેમાં પણ આવનારા દિવસોમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે આવા સંજોગોમાં ચોમાસુ વિધિવત રીતે વિદાય લે છે પરંતુ ભેજ હોવાને કારણે ભેજ અને તાપમાન નું ને કારણે વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યમાં 16 થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ નવરાત્રીમાં વરસાદનો હજી એક રાઉન્ડ શરૂ થશે તારીખ 16 થી 22 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડી શકે તેમ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ હાલાર સહિતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.