નવરાત્રીના ફક્ત નવ દિવસ જ કેમ હોય છે જાણો આ રહ્યું કારણ

નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રીની જોર સોર થી તૈયારીઓ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે નવરાત્રી માં ફક્ત નવ જ દિવસ કેમ હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરતા હોય છે. ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશમાં ખેતીને એક અલગ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ છે એક માન્યતા પ્રમાણે આસો મહિનામાં નવા પાક આવતા તેનો હરખ પ્રગટ કરવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી ગરબાનું સ્થાપન કરવામાં આવે છે એટલે કે ઘટ પધરાવવામાં આવે છે. ગરબા ગરબો એટલે કે માટી પિત્તળ અથવા તાંબાના ઘળામાં દીપકને (દીવો) મૂકવામાં આવે છે જે પહેલા તેમા સોપારી તેમજ ઘઉં અથવા તો મગને મૂકી તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને જે બાદ આ ગરબાની ફરતે લોકો રાસ ગરબા રમે છે. સાથે જ તેને માથે મૂકીને પણ ગરબે ઘૂમે છે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતા દસમા દિવસે આ ગરબાનું વિસર્જન કરવામાં આવે છે.

હિન્દુ સંસ્કૃતિ મુજબ માતાજીના કુલ નવ સ્વરૂપ છે. દરમિયાન અલગ અલગ માતાજીના સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી આ ઉત્સવ નવ દિવસ સુધી ઉજવાય છે.નવરાત્રિના આઠમો દિવસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે આ દિવસને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મોટાભાગની જ્ઞાતિઓમાં આ દિવસે માતાજીને તેમની રીત રિવાજ પ્રમાણે નૈવેદ્ય ધરવામાં આવતું હોય છે આ ઉપરાંત આઠમનું હવન પણ કરવામાં આવતો હોય છે.