શું તમે પણ તમારા મેડિકલ્સ રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શન ગુમાવી દો છો તો આ નાનકડું કાર્ડ તમારા બધા રિપોર્ટ સાચવશે

શું તમારી પણ ડોક્ટરની જૂની સ્લીપ અથવા મેડિકલ રિપોર્ટ ગુમ થઈ જાય છે અને મેડિકલ હિસ્ટ્રી ક્યાં સ્ટોર કરેલી છે તે ભુલાઈ જાય છે. તો આ મુશ્કેલીનો ઉપાય માત્ર એક નાનકડું કાર્ડ છે એ પણ સરકાર માન્ય છે. આ કાર્ડ નું નામ છે ડિજિટલ હેલ્થ કાર્ડ જેને ટૂંકમાં આભા કાર્ડ પણ કહેવાય છે જેનું પૂરું નામ થાય છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ . આ આભા એક આધાર કાર્ડ ની જેમ એક પ્રકારનું આઈડી કાર્ડ છે જેમાં તમે તમારો મેડિકલ રેકોર્ડ સેવ રાખી શકો છો અને એ પણ ડિજિટલ રીતે. જ્યારે કોઈ દર્દીની સારવાર થતી હોય છે અથવા તો સામાન્ય દવા લેવાની હોય ત્યારે પણ મેડિકલ હિસ્ટ્રી ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે આવા સંજોગોમાં ઘણી વખત ઉતાવળમાં ડોક્ટર પાસે જવા સમયે રિપોર્ટ લેવાનું ભુલાઈ જાય છે. જેને કારણે ડોક્ટરોને સારવાર કરવામાં અમુક મુશ્કેલીઓ આવતી હોય છે આવા સંજોગોમાં આ કાર્ડ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ કાર્ડ નો ઉપયોગ તમે ડોક્ટરના પ્રાઇવેટ ક્લિનિક, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કરી શકો છો. જોકે ડોક્ટરઓ આનો ડેટા જોવા માટે દર્દીની મંજૂરી લેવી પડશે. દર્દીના ડોક્યુમેન્ટસની હિસ્ટ્રી સુરક્ષા જળવાઈ રહે તે માટે આ કાર્ડમાં ઓટીપી ની સિસ્ટમ એડ કરવામાં આવી છે.આ ઉપરાંત આ કાર્ડમાં 14 આંકડાનો એક નંબર પણ હશે આ સાથે જ ક્યુઆર કોડ ની સુવિધા હશે. આથી સરળતાથી ક્યુ આર કોડને સ્કેન કરીને મેડિકલ હિસ્ટ્રી જાણી શકાશે. આ કાર્ડ સંબંધિત એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપલબ્ધ છે. આ કાર્ડ તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે કઢાવી શકો છો ઓનલાઈન કઢાવવા માટે તમારે આયુષ્માન ડિજિટલ હેલ્થ મિશનની વેબસાઈટ પર જવું પડશે અને ત્યાં દર્દી પોતાનું આઈડી કાર્ડ સરળતાથી બનાવી શકશે. આ કાર્ડનો ઉપયોગ કોઈપણ ભારતીય નાગરિક કરી શકે છે. દર્દીના અલગ અલગ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન જેવા ડેટા ને જોવા અથવા તો અન્યને મોકલવામાં ઉપયોગી બને છે. આ કાર્ડ ની અરજી પોતાના મેડિકલ રેકોર્ડસને સુરક્ષિત રાખવા માગતા દરેક લોકો કરી શકે છે.