જાણો વર્ષ દરમિયાન કેટલી નવરાત્રી આવે છે અને કયા સમયગાળામાં આવે છે

નવરાત્રિના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વર્ષ દરમિયાન અલગ અલગ ચાર નવરાત્રીઓ આવતી હોય છે જેમાં શરદ મહિના ની નવરાત્રી લોકો ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે આમ તો નવરાત્રી શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવરાત થાય છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. અને નવ દિવસ દરમિયાન માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત આ તહેવારમાં લોકો પોતાના ઘરે ઘટ્ટનું સ્થાપન કરી તેમજ ઉપવાસ કરી માતાની ભક્તિમાં લીન થતા હોય છે. આમ તો દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હોય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના નવ સ્વરૂપની સાથે સાથે નવ રંગ પણ અલગ જ મહત્વ ધરાવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગ માતાજીના અલગ અલગ સ્વરૂપને વધુ આકર્ષિત બનાવે છે. આ વર્ષે નવરાત્રિનો પ્રારંભ 15 મી ઓક્ટોબરથી શરૂ થશે..

નવરાત્રી ના પ્રકાર

નવરાત્રી એટલે નવ દિવસનો ઉત્સવ. આમ તો વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવતી હોય છે પરંતુ ફક્ત બે જ નવરાત્રી ઉજવવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી : ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી તરીકે ઓળખાય છે આ ઉપરાંત આ વસંત ઋતુમાં આવતી હોવાથી વસંત નવરાત્રી તરીકે પણ લોકો ઓળખે છે જે માર્ચ અને એપ્રિલ મહિના વચ્ચે આવે છે

શરદ નવરાત્રી : અશ્વિન મહિનામાં આવતી નવરાત્રી અત્યંત લોકપ્રિય છે કારણ કે આ નવરાત્રીમાં લોકો નવ દિવસ સુધી ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરતા હોય છે. આ નવરાત્રી સપ્ટેમ્બર ઓક્ટોબર માં ઉજવવામાં આવે છે.

માધ નવરાત્રી : જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આવતી નવરાત્રીને માધ નવરાત્રી કહેવામાં આવે છે આ નવરાત્રી ફક્ત પાંચ જ દિવસની હોય છે અને તેના પાંચમા દિવસને વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સરસ્વતી માતાનું પૂજન કરવામાં આવે છે.

અષાઢ નવરાત્રી : આ નવરાત્રી હિન્દી કેલેન્ડર મુજબ અષાઢ મહિનામાં જૂન જુલાઈ સુધી ઉજવવામાં આવે છે જેને અષાઢી નવરાત્રી તરીકે ઓળખાય છે.