ભાણવડ યાર્ડમાં શાકભાજીની હરાજી દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ઈલેક્ટ્રિક પોલમાંથી જોરદાર આંચકો અનુભવાયા બાદ જામજોધપુરના ધ્રુવીલ પોપટનું સ્થળ પર જ મોત થયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના ગુરૂકૃપા પાઉભાજીવાળા ભરતભાઈ પોપટના પુત્ર ધ્રુવીલ પોપટના કમકમાટીભર્યા મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં લોહાણા સમાજ શોકના સાગરમાં ડૂબ્યો છે. આ કરુણ બનાવ બનવા પર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં તરુણના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમા ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.