ઈન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધારવા માટે આ ટિપ્સ એ ફોલો કરશો તો ઝડપથી તમારો ગોલ અચિવ કરી શકશો

આજે સોશિયલ મીડિયાનો સૌ કોઈ ઉપયોગ કરી રહ્યું છે ત્યારે સૌથી વધારે ઉપયોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઈન્સ્ટાગ્રામના હેન્ડલ નો થઈ રહ્યો છે જેમાં એક બિલિયનિયરથી વધુ યુઝર્સ છે. લોકડાઉનના સમયમાં આ પ્લેટફોર્મના માધ્યમથી ઘણા લોકો ફેમસ થયા હતા અને ચર્ચામાં આવ્યા હતા તો કેટલાક લોકો ફેમસ થવા માટે હાલ મથી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા લોકો અવનવી ટેકનિક અપનાવતા હોય છે. ઈન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધારવા માટે નીચે આપેલી ટિપ્સને અનુકરણ કરવાથી તમે તમારા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સને સરળતાથી વધારી શકો છો. તમે તમારા ફોલોવર્સ વધારવા અને તમારી પ્રોફાઈલ સારી દેખાડવા માટે યુનિક અને અલગ ટેકનીક સાથે નામ લખ્યું હશે અને એકાઉન્ટ બનાવ્યું છે જે જોવામાં તો એક્ટ્રેક્ટિવ લાગશે પરંતુ જ્યારે કોઈ અન્ય યુઝર દ્વારા તેને સર્ચ કરવામાં આવશે તો તે સરળતાથી સર્ચ કરી શકશે નહીં કારણકે તમારું નામ યુનિક રીતે લખેલું હશે જેને કારણે તેઓ તમારા સુધી પહોંચી નહીં શકે. આથી તમારા નામને યુનિકની બદલે સરળતાથી શોધી શકાય તેવું રાખવું જોઈએ.

ઓપન અથવા તો બિઝનેસ એકાઉન્ટ રાખવું જોઈએ

જો તમે ઇન્સ્ટાગ્રામ કોઈપણ બિઝનેસ માટે બનાવ્યું છે તો તેને ચોક્કસ પણે બિઝનેસ એકાઉન્ટમાં સ્વિચ કરવું જોઈએ તેના આધારે બિઝનેસ એકાઉન્ટ યુઝર પણ તેની નોંધ લેશે જેના કારણે ફોલોઈંગ પણ વધશે. જો તમારું એકાઉન્ટ પ્રાઈવેટ હશે તો બધા જ લોકોની રિક્વેસ્ટ તમારા એક્સેપ્ટ કરવી પડશે ત્યારબાદ જ તમારું કન્ટેન દેખાશે આથી તમારા એકાઉન્ટને ઓપન રાખવું અનિવાર્ય છે ત્યારે જ તમારા ફોલોવર્સ વધી શકે.

આકર્ષક થીમ રાખવી જરૂરી

કન્ટેનમાં એક ચોક્કસ થીમ રાખવી જરૂરી છે જે તમારા બિઝનેસને મેચ થવી જરૂરી છે જેના કારણે તમારું કન્ટેન્ટ વધુ આકર્ષક થશે આ ઉપરાંત સારા અને ફોટોસ પણ મુકવા જોઈએ તમારા ફોનમાંથી લીધેલા હશે તો પણ ચાલશે પરંતુ તેની ક્વોલિટી સારી હોવી જોઈએ આ રીતે તમે તમારા બિઝનેસ પણ વધારી શકો છો અને તમારા ફોલોવર્સને પણ વધુને વધુ તમારી તરફ આકર્ષી શકો છો.

પોસ્ટનું કેપ્શન એંગેજમેન્ટ વધારે છે

યુઝરે પોતાના પોસ્ટનું કેપ્શન 2200 શબ્દ સુધી રાખી શકે છે તેમ એક્સપોર્ટ સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે જેટલું લાંબુ કેપ્શન એટલું એંગેજમેન્ટ વધારે છે જે તમારા ફોલોવર્સ વધારવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત તમારું કેપ્શન એટલું જ સ્ટ્રોંગ અને કેચી હોવું જોઈએ કે જે લોકોને સંપૂર્ણ વાચવા મજબૂર કરે .

આ ઉપરાંત દિવસ દરમિયાન instagram માં બને તેટલી સ્ટોરી ની પોસ્ટ કરવી જોઈએ જેથી તમારા ફોલોવર તમારા એકાઉન્ટ સાથે એન્ગેજ રહે . આ ઉપરાંત તમારી પ્રોફાઇલને વધુ મજબૂત બનાવવા માટે હાઇલાઇટ્સ નો ઉપયોગ કરવો જોઈએ. જેમાં તમે તમારું કરેલું કાર્ય અથવા તો તમારા સારા પ્રોડક્ટ વિશે માહિતી તેમજ તમારા પ્રોડક્ટની સફળતાની માહિતી પણ મૂકી શકો છો. તેમજ instagram માં નવા આવેલા ફીચર્સ જેવા કે જોઈન્ટિંગ જરૂરથી કરવું જોઈએ આવું કરવાથી તમારી રીચીજ માં વધારો થાય તેમ જ તેમની સાથે તમે જોઈન્ટ કર્યું છે તેમના ફોલોવર સુધી પણ તમારું કન્ટેન્ટ પહોંચી શકે. આ ઉપરાંત તમારી પોસ્ટ ને લગતા અને તમારી પોસ્ટ વિશે ફોલોવર કયા કયા શબ્દોનો ઉપયોગ તે વિચારો અને તેના અનુરૂપ હેસ્ટીગની પસંદગી કરવી જોઈએ. જો તમારું બિઝનેસ અકાઉન્ટ હોય તો તેને લગતી કોઈ કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ કરો જેને કારણે લોકો વધુ ને વધુ તમારા પ્રોફાઇલ તરફ આકર્ષે અને તમારા ફોલોવર્સ વધે છે. કોઈ સારી પોસ્ટ અથવા તો કોઈ સારી ઘટનાને એકાઉન્ટમાં પીન કરવી જોઈએ આ ઉપરાંત સારી આવેલી કોમેન્ટસને પણ પીન કરવી જેથી લોકોનો તમારી પ્રોડક્ટ પ્રત્યે અને એકાઉન્ટ પ્રત્યે વિશ્વાસમાં વધારો થાય.