નવાનગર એટલે કે આજનું આપણું જામનગર. જામનગર પહેલા નવાનગર તરીકે ઓળખાતું હતું. જામનગર શહેરની સ્થાપના જામ રાવળજી દ્વારા  ઇસ 1540 માં થયા હોવાનું ઇતિહાસકારો માને છે. જામ રાવળે કચ્છમાંથી આગે કુચ કરીને સૌરાષ્ટ્રમાં આગમન કર્યું હતું. તેઓએ આમરણ,જોડીયા, બેડ, ખીલોસ વગેરે પર વિજય મેળવીને ગાદી સ્થાપી હતી. જામ રાવળ સૌરાષ્ટ્રમાં પોતાનું  શાસન ચલાવવા એક પછી એક ગામ પર વિજય મેળવ્યો હતો. આ વિજય ગાથામાં જામરાવળના ભાઈઓ પણ સામેલ હતા. પોતાના વળવા કચ્છના જામહાલાજીનું નામ કાયમ રાખવા માટે નવાનગરને વસાવનાર જામ રાવળે આ પ્રદેશનું નામ હાલાવડ પાડ્યું જે પછી હાલારના નામે પ્રચલિત થયું. આજે પણ આ પંથક હલારના નામે ઓળખાય છે.

જામ રાવળ મધ્યસ્થની રાજધાનીની જરૂર જણાવતા તેઓએ જૂના નાગના એટલે કે જૂના નાગેશ ની બાજુમાં રંગમતી અને નાગમતી ના સંગમને શ્રાવણ માસને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું  હાલ  આ નાવાનગર આજે જામનગર તરીકે ઓળખાય છે. શહેરની આન બાન અને શાન ગણાતું રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવ 1820 થી 1852 વચ્ચે રણમલજી બીજાએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. શહેરની બરાબર મધ્યમાં આવેલું આ તળાવ પાંચ લાખ ચોરસ મીટર અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તળાવ નગરની શોભામાં વધારો તો કરે જ છે આ ઉપરાંત સહેલાણીઓ તેમજ પક્ષીઓ આ પ્રિય સ્થાન માનવામાં આવે છે. જામ રણમલ બીજાના સમયમાં બે ત્રણ વર્ષ સુધી  સતત દુષ્કાળ પડ્યો હતો આવા કપરા સમયમાં પ્રજાને રોટી રોજીરોટી આપવા હેતુથી તેઓએ કેટલાક બાંધકામ શરૂ કરાવ્યા હતા. જેમાંનો એક ભુજીયો કોઠો પણ હતો આ કોઠો બનતા અંદાજે 13 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કોઠાના બાંધકામમાં અંદાજે ચાર લાખ 25 હજાર કોરી ખર્ચ થયા હોવાનું ઇતિહાસકારો માને છે. કોઠા ઉપર ચડીને જોઈએ તો કચ્છનું ભુજ શહેર દેખાય છે જેને કારણે તેને ભુજીઓ કોઠો પણ કહેવાય છે તેવી લોકોમાં માન્યતા પણ છે.