જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ

રાજ્યભરમાં ટમેટાની આવક શરૂ થતા ટમેટાના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી ટમેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા હતા તો બીજી તરફ આદુ, કોથમરી, સહિતના ભાવે પણ સદી વટાવી હતી આ સાથે જ કઠોળ તેલના ભાગ પર કુદકે ને ભુસકે વધતા ગૃહિણીઓની સાથે સાથે મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાયું હતું. વધતી જતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે જેને કારણે ગૃહિણીઓમાં હાશકારો થયો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી શાકભાજીની આવક ઘટતા ટમેટા આદુ મરચા સહિતના ભાવ આસમાને પહોંચ્યા હતા ટમેટાના ભાવે ગૃહિણીઓના શ્વાસ અધ્ધર કર્યા હતા આ સાથે જ મધ્યમ વર્ગના ઘરોમાં ટમેટા જાણે ગાયબ જ થઈ ગયા હોય તેમ લાગતું હતું.

શાકભાજીને આવક ઓછી થવાને કારણે છેલ્લા કેટલાય સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા હતા જેમાં ખાસ કરીને ટમેટા ના ભાવે તો ગૃહિણીઓને પરેશાન કરી દીધા હતા. ત્યારે ગૃહિણીઓના માટે સારા સમાચાર આવ્યા છે. જામનગરમાં બેંગ્લોર અને સોલા થી આવતા ટામેટાની આવક વધી છે. જેને કારણે 200 રૂપિયા પ્રતિ કિલો વેચતા ટમાટે સો રૂપિયા પ્રતિ કિલોએ વહેંચાઈ રહ્યા છે તો આગામી દિવસોમાં પણ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. આ સાથે જ અન્ય શાકભાજીના ભાવમાં રૂપિયા 10થી 15નો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ મહિનાથી ટમેટાના ભાવ ટમેટા ની જેમ જ લાલચોળ થઈ ગયા હતા. રૂપિયા 200 થી 250 ના પ્રતિ કિલો વેચાતા સો રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા ગૃહિણીઓમાં હાશકારો થયો છે. વેપારીનું કહેવા મુજબ આગામી દિવસોમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટમેટા નું ઉત્પાદન પણ વધશે જેને પગલે તમે તેના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે એમ છે 15 દિવસમાં ટમેટા બજારમાં 40થી 50રૂપિયા કિલો વેચાય તેવી શક્યતા છે.