જાણો 20 મિનિટ ઘાસ ઉપર ચાલવાથી તમારી આંખ અને માનસિક સ્વાસ્થ્ય શું થાય છે

કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક બન્યા છે. પોતાની રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે આયુર્વેદિક પીણા તેમજ લોકો યોગ તરફ વળ્યા છે આ સાથે જ નિયમિતપણે સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કસરત કરતા હોય છે. કસરત સાથે સવારના સમયે ચાલવામાં આવે તો વેટ લોસ, શરીરમાં ઉર્જા વધવા સહિત ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ જો તેમાં 20 મિનિટ દરમિયાન ઘાસ ઉપર ચાલવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સોનેપે સુહાગા જેવી વાત થઈ જાય છે. કારણ કે ઘાસ ઉપર ચાલવાથી આંખના નંબર એલર્જી જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ મળે છે. આ પાછળનું કારણ છે પગના તળિયામાં આવેલા એક્યુપ્રેશર પોઇન્ટ જે શરીરના અલગ અલગ ભાગને પ્રભાવિત કરતા હોય છે. જ્યારે તે આંખના પોઇન્ટ ઉપર દબાણ આવે છે ત્યારે તેની સીધી અસર આંખને થાય છે. જે આંખની રોશની વધારવામાં ઉપયોગી છે. આ ઉપરાંત શિયાળા દરમિયાન વહેલી સવારે ઘાસ પર ચાલવામાં આવે તો તળાવ દૂર થાય છે આ ઉપરાંત તમારું માનસિક સ્વાસ્થ્ય પણ વધુ સ્વસ્થ બને છે. તેમજ ડાયાબીટીક પેશન્ટને કોઈપણ ઘા રૂઝાવવામાં સમય લાગે છે પરંતુ નિયમિતપણે 20 મિનિટ ઘાસ ઉપર ચાલવાથી આ સમસ્યાથી મુક્તિ મેળવવામાં ઉપયોગી છે. નિયમિત લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ સારું જળવાઈ છે.