જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે

ગણેશ ચતુર્થી ને આજે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દુંદાળા દેવની સ્થાપના આજે શેરી ગલીએ થતી હોય છે વિઘ્નહર્તાના આમ તો અનેક નામ છે અને અનેક સ્વરૂપો છે પરંતુ શું તમે જાણો છો કે ગજાનંદના કયા સ્વરૂપની પૂજા વિધિ કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે અને શેની પ્રાપ્તિ થાય છે.

પ્રથમ પૂજ્ય ગજાનંદ ની પૂજા દરેક સારા કામમાં કરવામાં આવતું હોય છે આ દેવતાને શુભતા અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. લંબો ધરાય ભક્તોની સમસ્યા હરી લેવાને કારણે તેને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગૌરીપુત્ર ગણેશજીના આમ તો તમામ સ્વરૂપ નિરાલા છે. તો આવો જાણીએ કયા સ્વરૂપની પૂજા કરવાથી શું લાભ થાય છે.

હરિદ્રા ગણપતિ
વિઘ્નહર્તાનું આ સ્વરૂપ મંગલ નું પ્રતિક માનવામાં આવે છે. હરિદ્રા નામના મૂળમાંથી તૈયાર થતા લાંબોધરાઈના આ સ્વરૂપની પૂજા કરવાથી લગ્નની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. લગ્ન કરવા ઈચ્છુક યુવાઓએ ગણપતિના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ આથી લગ્નમાં આવતા અવરોધોનો સામનો કરવામાં મદદરૂપ થાય છે.

સ્ફટિક ગણેશ
સ્ફટિકની મૂર્તિ માંથી તૈયાર થતા ગણપતિના આ સ્વરૂપની વિશેષ સાધના કરવામાં આવે છે. સ્ફટિક એક સ્વયં સિદ્ધિ રત્ન હોવાથી ગણપતિની મૂર્તિ નું મહત્વ અનેક ઘણું વધી જાય છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ધનનો વ્યય થતો અટક અટકે છે આ ઉપરાંત આજીવિકા અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થાય છે.

ગણેશ શંખ
ગૌરી પુત્રના આશીર્વાદ મેળવવા પોતાના નિવાસસ્થાન અથવા તો કાર્યક્ષેત્રમાંમાં શંખ રાખવામાં આવે છે. આ શંખની આકૃતિ ગણપતિ જેવી જ હોય છે. આ શંખની સ્થાપના કરવાથી અને પૂજા અને દર્શન કરવાથી ગૌરીપુત્રના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી વિઘ્ન પણ દૂર થાય છે.

ગણેશ યંત્ર
ઘરમાં અથવા કાર્ય ક્ષેત્રમાં વિઘ્નહર્તાનું યંત્ર રાખવાથી ચમત્કારિક ફાયદા થાય છે તે માનવામાં આવે છે. વ્યવસાય ની જગ્યા પર આ યંત્રની પૂજા કરવામાં આવે તો દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે અને તમામ અડચણ દૂર થાય છે.

 

 

ગણેશ રુદ્રાક્ષ
ગણેશ રુદ્રાક્ષ છાત્રાઓની પ્રગતિ માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. બાળકો જો આ રુદ્રાક્ષ અને ધારણ કરે તો અવશ્ય પ્રગતિ થાય છે. આથી વિદ્યાર્થીઓએ આ રુદ્રાક્ષની ગળામાં અવશ્ય ધારણ કરવો જોઈએ.

 

 

શ્વેતાર્ક ગણપતિ
શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ શ્વેતાર્ક ના છોડમાંથી બનાવવામાં આવે છે. જે અત્યંત શુભ ગણાય છે આ ગણપતિની સ્થાપના કાર્યક્ષેત્ર અથવા તો ઘરમાં કરીને વિધિવત રીતે પૂજા કરવામાં આવે તો નિવાસ્થાનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે આ ઉપરાંત વિઘ્નહર્તાના આ સ્વરૂપની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

નોંધ : આ તમામ જાણકારી લોકમાન્ય અને આસ્થા પર આધારિત છે. આ લેખ લોક રૂચીને ધ્યાનમાં રાખીને આઈ લવ જામનગર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે.