જાણો એવું તે શું બન્યું હતું કે ઓગસ્ટ મહિનામાં કે યુએસ સરકારે જાહેર કરવો પડ્યો આ દિવસ

યે દોસ્તી હમ નહીં તોડેંગે….. મિત્રતાનો સંબંધ જ અતૂટ હોય છે આ એકમાત્ર સબંધ એવો છે કે જે આપણે પસંદ કરીને આપણા જીવનમાં લાવીએ છીએ. આમ તો મિત્રતા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી તેમ છતાં વર્ષોથી આ દિવસ ઉજવાય છે. તો આવો જાણીએ શા માટે આ દિવસ ઉજવાય છે અને શું છે હેતુ ?આમ તો સમગ્ર વિશ્વમાં બે વખત ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતાનો દિવસ ઉજવાય છે. મલેશિયા, સંયુક્ત ભારત બાંગ્લાદેશ યુનાઇટેડ સ્ટેટ,આરબ, અમીરાત,જેવા દેશો દર વર્ષે ઓગસ્ટના મહિનાના પહેલા રવિવારે આ દિવસની ઉજવણી કરે છે. જોકે અન્ય ઘણા ખરા દેશોમાં 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરે છે ભારતમાં આ વર્ષે 6 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. આ દિવસે વ્યક્તિ પોતાના મિત્રોને મિત્રતા દિવસની શુભેચ્છા આપી ભેટ  પોતાની લાગણી વ્યક્ત કરી છે.

મિત્રતા દિવસ ઉજવવા પાછળનો હેતુ

મિત્રતા દિવસ ઉજવવા પાછળનો હેતુ મિત્રતાના મહત્વને સમજાવવા માટેનો છે. આ દિવસ મિત્રતાના નામે સમર્પિત છે. વ્યક્તિ પોતાની અંદર મિત્રતાની ભાવના જીવંત રાખે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આજનું યુવાધન આ દિવસે અલગ જ રીતના આ દિવસ માણતું હોય છે કેટલાક લોકો પોતાના મિત્રો સાથે હેન્ગ આઉટ કરે છે તો અમુક લોકો ડિનર પાર્ટી એન્જોય કરતા હોય છે તો અમુક ગ્રુપ એકસાથે મિત્રતાના દિવસે બારે ફરવા જતા હોય છે ને આખો દિવસ મિત્રતાને જ આપે છે.

ફ્રેન્ડશીપ ડેની શરૂઆત

1958માં પ્રથમ વખત પેરાગ્વેથી આંતરરાષ્ટ્રીય એ મિત્રતા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્ર એ 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી જોકે ભારત બાંગ્લાદેશ અમેરિકા જેવા ઘણા બધા દેશો ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે.

શા માટે રવિવારના દિવસે જ ઉજવવામાં આવે છે મિત્રતા દિવસ

એક લોકવાયકા પ્રમાણે ઈ.સ 1935 ના ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે અમેરિકામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે વ્યક્તિની હત્યા થઈ હતી તેના નજીકના મિત્રને આ સમાચાર મળતા હતાશામાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. મિત્રતાના આ સંબંધને જોઈને યુએસએ સરકારે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. જે બાદ બાંગ્લાદેશ ભારત જેવા અન્ય દેશો પણ આ દિવસે મિત્રતા દિવસ ઉજવે છે.