કુદરતી કે કૃત્રિમ આફતના સમયે પણ આ ધૂન બંધ રહી નથી

છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલા છે. જેમાંના અમુક મંદિરો વિશ્વ વિખ્યાત છે જે પૈકી જામનગરનું બાલા હનુમાન મંદિર પણ વિશ્વપ્રસિદ્ધ છે. શહેરની આનબાન અને શાન ગણાતા અને શહેરના મધ્યમાં આવેલું રાજાશાહી વખતનું તળાવ એટલે રણમલ તળાવ જેને લોકો લાખોટા તળાવ અથવા તો તળાવની પાળ તરીકે લોકો ઓળખે છે. આ લાખોટા તળાવ ના કિનારે બાલા હનુમાન મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા 59 વર્ષથી શ્રીરામ જય રામ જય જય રામની અખંડ ધૂન ચાલી રહી છે. અખંડ ચાલતી રામધૂન આજે 59 વર્ષ પૂર્ણ થયા અને 60 મા વર્ષમાં પ્રવેશી છે. છેલ્લા 59 વર્ષમાં યુદ્ધ ભૂકંપ અતિવૃષ્ટિ જેવી અનેક કુદરતી આફતો આવી તેમ છતાં આ મંદિરમાં એક પણ દિવસ રામધૂન બંધ રહી નથી. મંદિરમાં ચાલતી રામધૂનને ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ભારત પાકિસ્તાન નું યુદ્ધ હોય , 2001 નો ભૂકંપ કે પછી કોરોના જેવી મહામારીની વિકટ પરિસ્થિતિ હોય, આવી આફતો વચ્ચે પણ છેલ્લા 59 વર્ષથી અવિરત પણ મંદિરની અંદર શ્રી રામ જય રામ જય જય રામ નો મંત્ર ઉચ્ચાર સતત થઈ રહ્યો છે. જેને કારણે 24 કલાક આ મંદિર રામધૂનના નાદ થી ગુંજી ઉઠી રહ્યું છે. 24 કલાક ચાલતી આરામ ધુનને કારણે મંદિરનું વાતાવરણ શ્રદ્ધાળુઓને મંત્રમુક્ત કરી દે છે. અખંડ ચાલતી રામધૂનને આજે 59 વર્ષ પૂર્ણ થયા છે અને 60 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રામધુન ના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો 1 ઓગસ્ટ 1964 ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા તળાવની પાર નજીક આવેલા બાલા હનુમાન મંદિરે શ્રી રામ જય રામ જય જય રામ નો મંત્ર હવામાં વહેતો કર્યો હતો ત્યારથી આ જ દિવસ સુધી અવિરત પણે આ મંત્ર નો ઉચ્ચારણ થઈ રહ્યો છે. ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા જામનગર ઉપર બમ બારી કરવામાં આવી હતી ત્યારે કોઈપણ પ્રજાને કોઈ જ નુકસાન થયું ન હતું આ સમય દરમિયાન શહેરીજનોએ ભયભીત થઈને ભગવાન ના શરણે આવીને અહીં રામધૂન કરવા લાગ્યા હતા.