ભારતીય કેલેન્ડરની મુજબ દર ત્રણ વર્ષ બાદ 12 ની જગ્યાએ 13 મહિના આવે છે આ વધારાના મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે આપણા પંચાંગ મુજબ એક વર્ષમાં 365 દિવસ 15 ઘડી 31 પદ અને 30 વિપળ હોય છે જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ 22 ઘડી એક પળ અને 23 વિપડ હોય છે પરિણામે સૂર્ય અને ચંદ્રના વર્ષમાં 10 દિવસ અને 53 ઘડી 30 ફળ અને સાત વિપડનો તફાવત વર્ષ દરમિયાન રહી જતો હોય છે આ તફાવત દૂર કરવા અથવા તો સમાયોજિત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વધારાનો મહિનો હોવાથી આ મહિનાને અધિક માસ પણ કહેવાય છે શાસ્ત્રો મુજબ આ મહિનામાં શુભ કાર્ય વર્જિત છે. પરંતુ આ મહિના દરમિયાન દાન પુણ્ય અનેરો મહિમા છે આ સમગ્ર મહિના દરમિયાન દેવદર્શન કરવા ની સલાહ વડવાઓ દ્વારા આપવામાં આવે છે પુરુષોત્તમ મહિનાનો મહત્વ વૈષ્ણવ સંપ્રદાયમાં વધુ હોય છે લોકવાયકા મુજબ વર્ષના 12 મહિનાકોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો છે અને અધિક મહિનો એટલે કે 13 મો મહિનો હોવાથી અને મળ માસના નામથી પણ ઓળખવામાં આવે છે આ મહિનાને બધા દેવોને પોતાનું નામ આપવા અરજ કરવામાં આવી હતી પરંતુ બધાએ ના પાડી હોવાથી ભગવાન આ મહિનાને પોતાનું નામ આપ્યું આ સાથે જ એ વરદાન પણ આપવામાં આવ્યું કે આ મહિના દરમિયાન દાન પુણ્ય કમાવાનો મહિનો મહિનો બનશે અને આ મહિનામાં કરવામાં આવેલ દાન પુણ્યનું ફળ પણ વધુ મળશે જેથી આ મહિનાનું નામ પુરુષોત્તમ મહિનો પડ્યું આ મહિનાને શાસ્ત્રો પ્રમાણ ખૂબ પવિત્ર ગણવામાં આવે છે આ મહિનામાં વ્રત પરાયણ કરવું પવિત્ર નદીમાં નાહવું અનેરૂ મહત્વ છે.

પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ?

પુરુષોત્તમ મહિનાના પહેલા દિવસે જ સવારે ઊઠીને સ્નાન કરી સૂર્યનારાયણની પુષ્પ ચંદન અને અક્ષત મિશ્રિત જળથી પૂજા અર્ચના કરવી જોઈએ બને ત્યાં બને તેટલું ગરીબોને દાન આપવું જોઈએ ઉપવાસ અથવા એકટાણાનું વ્રત કરવું જોઈએ તેમજ આ મહિના દરમિયાન રોગમાંથી નિરંતરપણે છુટકારો મેળવવા માટે મહામૃત્યુંજય અનુષ્ઠાન કરવું જોઈએ આ ઉપરાંત આ મહિનામાં દેવલોક પામેલા વ્યક્તિનું પણ પ્રથમ શ્રાદ્ધ કરી શકાય છે.

અધિક મહિનામાં શું ન કરવું જોઈએ?

આ મહિનામાં પુરુષોત્તમ માસમાં  દારૂ જેવા માદક પીણાઓ, માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસુર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે ખોરાક લેવા નજોઈએ નહીં. આ ઉપરાંત તિલક, મુંડન, યજ્ઞોપવીત, લગ્ન, ગ્રહ પ્રવેશ સંન્યાસ દીક્ષા વગેરે જેવા માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં.
s jewrlly