આંખ આવવાની સમસ્યાથી બચવા આટલી ટીપ્સને ફોલો કરો

હાલ રાજ્યના અમુક જિલ્લાઓમાં કંઝક્ટિવાઈટિસના કેસમાં ધરખમ વધારો થયો છે. જેને આપણે શુદ્ધ દેશી ભાષામાં આંખ આવી પણ કહીએ છીએ. સુરત અમદાવાદ રાજકોટ સહિત અનેક જગ્યાએ આના કેસોનો રાફડો ફાટ્યો છે, જેને કારણે લોકોમાં ભય વધ્યો છે જો કે આંખ આવે તો ગભરાવાની જરૂર નથી પરંતુ તેનો સમયસર ઇલાજ કરવો અનિવાર્ય છે. આંખ ન આવે તે માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે ચોમાસાના દિવસોમાં ચામડીના રોગો વાયરલ ઇન્ફેક્શન સમસ્યા વધુ થતી હોય છે તેવામાં હાલ આંખ આવવાની સમસ્યા વધી રહી છે. ત્યારે જે લોકો સૌથી વધુ સમય સ્ક્રીનિંગ ઉપર વધુ સમય પસાર કરી રહ્યા છે તેઓને નીચે આપેલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી આંખના રોગ થી બચી શકે છે.

આંખ પર સોજો કેમ આવે છે ?

આંખમાં રહેલા મેમ્બ્રેન્સમાં પર સોજો આવવાથી આંખ અવવાની સમસ્યા થઈ શકે છે. જેને કારણે આંખ સોજી જાય છે આ ઉપરાંત આંખમાં લાલાશ આવે છે અને આંખમાંથી સતત પાણી આવે છે.

આ રીતે બચો આંખ આવવાની સમસ્યાથી

પાણી વધારે પીવું

શરીરના સ્વાસ્થ્યની જેમ આંખના સ્વાસ્થ્ય માટે પણ પાણી વધારે પીવું જોઈએ. જો પૂરતા પ્રમાણમાં પાણી શરીરમાં ન જાય તો તેની અસર આપણી આંખ ઉપર પણ પડે છે. અપૂરતા પાણીને કારણે આંખમાં ડ્રાઇનેસનું પ્રમાણ પણ વધી શકે છે. આથી ડ્રાઇનેસની બચવા માટે બને તેટલું વધુ પાણી પીવું જે આંખ અને શરીર માટે ફાયદાકારક છે.

આંખની સફાઈ યોગ્ય રીતે કરવી

ઘણી વખત વધુ પડતી હવા અને ધૂળના કારણે આંખમાં બળતરા થતી હોય છે ત્યારે આવા સંજોગોમાં આંખને યોગ્ય રીતે સાફ કરવી ખૂબ જ અનિવાર્ય છે જે માટે ગુલાબજળ નો ઉપયોગ કરી શકાય છે ગુલાબ જળના ટીપા આંખમાં નાખવાથી આંખની સફાઈ યોગ્ય રીતે થશે આ સાથે જ આંખમાં આવતી ખંજવાળ અને બળતરાથી રાહત મળશે.

બળતરા સમયે આંખને અડકવું નહીં

આંખમાં જ્યારે વધુ પડતી ખંજવાળ કે બળતરા થતી હોય તેવા સમયે આંખને અડવું હિતાવહ નથી. બળતરા અને ખંજવાળ થી બચવા માટે સમયાંતરે આંખમાં ઠંડુ પાણી છાંટવું જોઈએ અને જ્યારે પણ તમારે અડવું જ હોય તો હાથને બરાબર રીતે સાફ કરી ત્યારબાદ અડવું જોઈએ જેના કારણે સમસ્યામાં વધારો ન થાય.