જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા.

નવરાત્રી ને હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવલી નવરાત્રીના દિવસો શરૂ થતા છે આદ્યશક્તિના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવી પૂનમે લોકો પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. તેમજ લોકો શક્તિ પીઠે પણ દર્શન કરવા જાય છે. સમગ્ર ભારતમાં શક્તિપીઠ આવેલા છે પરંતુ સ્વાભાવિક રીતે સવાલ થાય કે શક્તિપીઠ શું છે અને તેનો મહિમા શું છે તો આવું જાણીએ શક્તિપીઠ એટલે શું અને કેવી રીતે શક્તિપીઠની ઉત્પત્તિ થઈ.

શક્તિપીઠ એટલે શું?

શક્તિને સંગ્રહ કરી શકાય તેવી જગ્યા ને શક્તિપીઠ કહેવામાં આવે છે. જે જગ્યાએ દેવી સતીના અંગો પડ્યા છે તે તમામ સ્થળને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પણ શક્તિપીઠ આવેલા છે.

પૌરાણિક કથાઓમાં દર્શાવ્યા મુજબ દેવી સતી ના પિતા રાજા દક્ષ દ્વારા બૃહસ્પતિ એટલે કે અત્યારના હરિદ્વારમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમગ્ર દેવી દેવતાઓને આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું પરંતુ રાજા દક્ષ દ્વારા તેમના દીકરી જમાઈ એટલે કે દેવાથી દેવ મહાદેવ અને સતી માતાને આ યજ્ઞમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું ન હતું. તેમ છતાં માતા સતી આ યજ્ઞમાં આમંત્રણ વગર પહોંચી ગયા હતા જોકે મહાદેવ દ્વારા તેમને યજ્ઞમાં ના જવા જણાવ્યું હતું તેમ છતાં માતા સતી યજ્ઞમાં પહોંચી ગયા હતા. યજ્ઞમાં હાજરી અપાતા રાજા દક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો અને જ્યારે માતા સતીએ પિતા દક્ષને આમંત્રણ ન આપવા પાછળનું કારણ પૂછ્યું તેના પ્રત્યે ઉત્તરમાં રાજા દક્ષે દેવાથી દેવ મહાદેવ પ્રત્યે વાણી વિલાસ કર્યો હતો. વાણીવિલાસથી થયેલા મહાદેવના અપમાન ને માતા સતી જીરવી શક્યા નહીં અને તેણે પોતાને જાતને યજ્ઞમાં સમર્પિત કરી દીધી હતી આ ઘટનાની જાણ કૈલાશ પતિને થતા તેઓ તરત જ યજ્ઞમાં પહોંચી ગયા હતા. ક્રોધ થી લાલ પીળા થયેલા નીલકંઠ ને જોઈને તમામ ઋષિમુનિઓ યજ્ઞ છોડીને નાસી છૂટ્યા હતા. કૈલાશ પતિએ માતા સતીના અડધા બળેલા શરીરને હાથમાં લઈને આમ તેમ ભટકવા લાગ્યા હતા. સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લેવા અને સમગ્ર વિશ્વને કપાઈમાન થયેલા મહાદેવના ક્રોધ બચાવવા તેમજ નીલકંઠ ને દેવી સતીના મોહ ને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને સતી માતાના શરીરના 51 ટુકડા કર્યા હતા. આ ટુકડા પૃથ્વી પર પડ્યા હતા જે જગ્યાએ દેવી માતાના શરીરના ટુકડા પડ્યા હતા ત્યાં શક્તિપીઠની ઉત્પત્તિ થઈ છે તેમ માનવામાં આવે છે. આ શક્તિપીઠ ભારત સહિત નેપાળ બાંગ્લાદેશ મ્યાનમારમાં પણ આવેલા છે. આજે પણ કેટલાક શક્તિપીઠમાં દેવી શક્તિ માં નો વાસ હોય તેમ તે શક્તિ હાજર હોય તેઓ લોકોને અહેસાસ થયો છે જેથી આવા શક્તિપીઠ ને જાગૃત શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.