જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે

શ્રાવણ મહિનો એટલે ભોલા ભંડારી નો મહિનો આમ તો શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે પરંતુ આ સમગ્ર મહિનો મહાદેવને સમર્પિત છે સમગ્ર મહિના દરમિયાન તેમજ મહિનામાં આવતા ચાર સોમવારનું મહત્વ હિન્દુ ધર્મમાં વર્ણવવામાં આવ્યું છે . આમ તો દરેક શહેર ગલીઓમાં દેવાથી દેવનું મંદિર જોવા મળતું હોય છે ભોળાનાથ ને ભજવાથી અને તેમના જ્યોતિલિંગના દર્શન કરવાથી લોકોને પાપ માંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ભૌતિક દૈહિક પાપો પણ નષ્ટ થઈ જાય છે. ભારત દેશના અલગ અલગ દિશાઓમાં દેવાથી દેવ મહાદેવ સ્વયં બિરાજમાન છે. આ પવિત્ર સ્થળના દર્શનથી વ્યક્તિને પોતાના કરેલા પાપ માંથી મુક્તિ તો મળે જ છે. આ 12 જગ્યાએ દર્શન કરવાનો મહિમા મા છે તેને બાર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખાય છે.

સોમનાથ: 

પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં સોમનાથ ખાતે આવેલું છે એક માન્યતા અનુસાર આ શિવલિંગ વિશ્વનું પ્રથમ શિવલિંગ માનવામાં આવે છે. જેની સ્થાપના સ્વયં ભગવાન ચંદ્રદેવે કરી હતી જોકે અત્યાર સુધીમાં આ મંદિરને અનેક વખત નષ્ટ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જો કે જે બાદ તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.

મલ્લિકાર્જુન:

આંધ્ર પ્રદેશના શ્રી શૈલમ નામના પર્વત પર બિરાજમાન મલ્લિકાર્જુન મહાદેવ નો મહિમા ખૂબ વિશેષ માનવામાં આવે છે. આ મંદિર કૈલાશ પર્વત પર આવેલા ભગવાન શિવના મંદિર સમાન મહત્વ ધરાવે છે. આ જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી ભૌતિક દૈવિક સહિતના પાપો માંથી છુટકારો મળે છે.

મહાકાલેશ્વર:

મધ્યપ્રદેશના ક્ષિપ્રા નદી કાંઠે આવેલા ઉજ્જૈન નગરમાં બિરાજમાન મહાકાલેશ્વર સમગ્ર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે તેમ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને અહીંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એક માન્યતા અનુસાર સમગ્ર ઉજ્જૈન ની રક્ષા મહાકાલ કરી રહ્યા છે.

ઓમકારેશ્વર:

નર્મદાના કાંઠે માંધાતા પર્વત પર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો વિશેષ મહિમા છે. આ મંદિરમાં જ્યોતિલિંગ ઓમ આકાર માં હોવાથી આ મંદિર ઓમકારેશ્વર ના નામથી ઓળખાય છે.

કેદારનાથ:

અલખ નંદા તથા મંદાકિની નદી તટ પર બિરાજમાન બાબા કેદારનાથ નું વર્ણન શિવપુરાણમાં કરવામાં આવ્યું છે આ જ્યોતિર્લિંગ હિમાલયના કેદારનાથ નામના શિખાપર સ્થિત છે. બદ્રીનાથ ના માર્ગમાં કેદારનાથનું મંદિર સ્થિત છે.

ભીમાશંકર: 

મહારાષ્ટ્રના પુના જિલ્લામાં સહયાદ્રી નામના પર્વત પર ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્થિત છે જે માટેેશ્વર નામથી પણ પ્રખ્યાત છે આ મંદિરમાં સવારે સૂર્ય નીકળ્યા બાદ દર્શન કરવામાં આવે તો સાત જન્મો સુધીના પાપ પણ નષ્ટ પામે છે. તેવી માન્યતા છે.

વિશ્વનાથ:

વિશ્વનાથ મહાદેવ કાશીમાં સ્થિત છે. એક માન્યતા અનુસાર દેવાથી દેવ મહાદેવ હિમાલયને ત્યાગીને અહીં સ્થાયી થયા હતા
અન્ય ધાર્મિક સ્થળોની સરખામણીએ કાશીનું મહત્વ વધારે છે કારણ કે પ્રલય કાળ દરમિયાન આ નગર પર કોઈ અસર થઈ ન હતી.

ત્ર્યંબકેશ્વર:

મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા બ્રહ્મ ગીરી નામના પર્વત પરથી ગોદાવરી નદી શરૂ થાય છે. જે કાશીથી ફક્ત 30 km ના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે. ભગવાન શિવના એક નામ પરથી આ જ્યોતિર્લિંગ નું નામ ત્રંબકેશ્વર આપવામાં આવ્યું છે.

બૈજનાથ:

લંકાપતિ રાવણ પોતાના તપના બળથી જ્યોતિર્લિંગ ને લંકા લઈ જઈ રહ્યા હતા એ સમયે દરમિયાન અચાનક જ રસ્તામાં વિછેદ આવવી જવાને કારણે શિવજી ઝારખંડના જનપદમાં સ્થાપિત થઈ ગયા હતા.

રામેશ્વર:

ભગવાન રામ દ્વારા સ્થાપના કરાયેલી આ શિવલિંગને રામેશ્વરમ તરીકે ઓળખાય છે. લંકા પર આક્રમણ કર્યા પહેલા મર્યાદા પુરુષોત્તમ રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી.

નાગેશ્વર:

ગુજરાતના હાલારના દ્વારકામાં આવેલું આ જ્યોતિલિંગનું નામ ભગવાનની ઈચ્છા અનુસાર થયું હોવાની માન્યતા છે આ ઉપરાંત અહીં જે લોકો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જે કંઈ પણ માનતા લે છે તે અચૂક પૂરી થાય છે તેવી માન્યતા છે.

ધુશ્મેશ્વર:

મહારાષ્ટ્રના દોલતાબાદ થી નજીક આવેલું બેરુલ ગામમાં ધ્રુમેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. અહીં અલગ અલગ રાજ્ય થી લોકો દેવાથી દેવ મહાદેવના દર્શન કરવા આવે છે. આ મંદિરને ધૃસણેશ્વરના નામના મંદિર તરીકે પણ ઓળખાય છે અહીં દર્શન કરવાથી આત્મિક શાંતિ મળે છે.