શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન
રક્ષાનું બંધન એટલે રક્ષાબંધન. શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આવતો હિન્દુ ના પવિત્ર તહેવારમાં બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને સામે ભાઈ બહેન ભેટ આપે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક માન્યતા મુજબ બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેનને રક્ષાનું વચન અને ઉપહાર આપે છે. ત્યારે આજે ભાઈઓમાં બહેનને પસંદ મુજબ તેમજ જરૂરિયાત મુજબનું ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ વધ્યો છે. તો બજારમાં પણ બહેનને ગિફ્ટ આપવા માટે અવનવી વસ્તુઓને વેરાઈટીઓ ઉપલબ્ધ છે. જોકે મોટાભાગે ભાઈઓ મોંઘવારી બહેનની પસંદ અને તેની જરૂરિયાત મુજબ ભેટ આપવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે બજારમાં અવનવા કસ્ટમાઇઝ ઓપ્શન પણ મળી રહે છે જેના મદદથી ભાઈ તેની બહેનને સ્પેશિયલ ફિલ કરાવવાની સાથે સાથે જ સ્પેશિયલ ગિફ્ટ પણ આપી શકે છે.
કસ્ટમાઇઝ ઓપ્શનની ગિફ્ટ
રક્ષાબંધન પર બહેનને કસ્ટમાઇઝ ઓપ્શન વાળી ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં ભાઈઓ નોટબુકમાં બંને નો ફોટો પ્રિન્ટ કરાવી શકે છે. પાણીની વોટર બોટલમાં બહેનનું નામ. આ ઉપરાંત કપ નામ વાળા ફોટા ફ્રેમ વગેરે બજારમાં ઓપ્શન મળી રહે છે. ફોટા વાળા પીલો વગેરે આપી શકો છો.
જ્વેલરી ઓપ્શન્સ
સામાન્ય રીતે છોકરીઓને જ્વેલરી ખૂબ જ પ્રિય હોય છે ત્યારે રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનને તેને મનગમતી સોના ચાંદી અથવા તો ઈમીટેશનની જ્વેલરી ગિફ્ટ આપી શકે છે સોનામાં હાલ તન મન્યા સેટ ખૂબ ટ્રેન્ડમાં છે. જે સિમ્પલ સોબર અને એકદમ ડેલિકેટ લુક આપે છે આ ઉપરાંત તમે બ્રેસલેટ યરિંગ પેન્ડલ સેટ પણ આપી શકો છો.
રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ
રક્ષાબંધન ઉપર રોજિંદા જીવનમાં ઉપયોગમાં આપી શકાય તેવી ગિફ્ટ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. જેમકે પર્સ, ઘડિયાળ, વોટર બોટલ, ડ્રેસ, સ્ટડી ટેબલ, લેપટોપ બેગ, ડાયરી, ગોગલ્સ વગેરે. જો તમારી બહેન તમારા કરતાં નાની હોય અને અભ્યાસ કરતી હોય તો અભ્યાસમાં લગતી વસ્તુઓ જેવી કે કલર્સ નો સેટ, સ્ટડી રિલેટેડ બુક્સ વગેરે તમે આપી શકો છો.
શેર અને સરકારી યોજના
બહેનની આર્થિક સ્થિતિ મજબૂત કરવા તમે કોઈપણ સરકારી યોજના અમુક રકમ ફિક્સ મૂકીને તેનું વ્યાજ પણ તેને ગિફ્ટ કરી શકો છો આ ઉપરાંત કોઈ સારી કંપનીના શેર લઈને તેને તમે આપી શકો છો જેથી ભવિષ્યમાં તમારા કરેલા રોકાણનું ફળ તમારી બહેનને મળે.
Ok