શું તમે પણ પ્લાસ્ટિક બોટલ કે કપ નો ઉપયોગ કરો છો ? તો ચેતી જજો કારણ કે થઈ શકે છે આ બીમારી
ભારતમાં દિનપ્રતિદિન કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે.તેમાં પણ વધારે પડતા કેન્સરના કેસ એડવાન્સ સ્ટેજમાં આવ્યા બાદ બહાર આવતા હોય છે. લોકોમાં જાગૃતિ ન હોવાને કારણે આ રોગ વધુને વધુ ફેલાઈ રહ્યો છે ભારતમાં દર વર્ષે કેન્સરના કેસ વધી રહ્યા છે. આ રોગ બિન ચેપી હોવા છતાં નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈ ભોગ બની રહ્યા છે. જેને કારણે લાખો લોકોના મોત થાય છે. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આમ તો આ થવાના ઘણા બધા કારણો છે પણ તેમાંનું એક કારણ છે ચા. જો તમે દરરોજ પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હો તો તમને પણ આ રોગ થઈ શકે છે કારણ કે ચા ના આ પ્લાસ્ટિકના કપમાં હાઇડ્રોકાર્બન હોય છે જે ચા ના સંપર્કમાં આવતા તેની સાથે ભળી જાય છે. ચા ના માધ્યમથી જ તે આપણા શરીરમાં પ્રવેશે છે જે કેન્સર થવા પાછળનું કારણ પણ બની શકે છે. તો પ્લાસ્ટિકની બોટલોમાં પણ આવો જ ખતરો છે. બોટલમાં જો લાંબા સમય સુધી પાણી રહે તો પાણી પ્લાસ્ટિકમાં રહેલા હાઇડ્રોકાર્બન ના સંપર્કમાં આવે છે. અને આપણે જ્યારે પાણી પીએ છીએ ત્યારે તે આપણા શરીરમાં પ્રવેશે છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની વોટર બોટલમાં ડાયોક્સિન કેમિકલ પણ હોય છે. જેના કારણે સ્તરના કેન્સર થવાની શક્યતા પણ વધે છે.તો પ્લાસ્ટિકના જગ પણ હાઇ ડેન્સિટી પોલિઇથિલિનથી બનેલા હોય છે. જેના કારણે અનેક પ્રકારના ખતરનાક કેમિકલ આપણા શરીરના અંદર પ્રવેશે છે, અને જે કેન્સર ફેલાવી શકે છે. આ રોગ થી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવી ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતના મુજબ મોટાભાગના લોકોને પોતાના શરીરમાં કેન્સર જેવી ભયાનક બીમારી વિકાસ થતો રહે છે તેની ભનક પણ થતી નથી અને એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા પછી કેન્સર સારવાર શરૂ કરતા હોય છે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હોય છે જેને કારણે મોટાભાગના દર્દીઓ પોતાના જીવને ખોઈ બેસે છે.