તાજેતરમાં ગુજરાત ATS ને મોટી સફળતા સાંપડી હતી. જેમાં રાજકોટના સોની બજારમાં વિસ્તારમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઉઠાવી લીધા હતા. જેને પગલે રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં હડકંપ અને હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આતંકીઓની પૂછપરછમાં એકપછી એક ડરામણાં ખુલાસા થઈ રહ્યા છે. જેની પૂછપરછમા ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપીઓ જન્માષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રમાં મોટા ધડાકા કરવાની પેરવીમાં હતા. હવે ફરી આરોપીઓને રાજકોટ લઈ આવી ઊંડી તપાસ કરવામાં આવશે.
જોકે આરોપીએ મોટો હુમલો કરી સોરાષ્ટ્ની ધરતીને હચમચાવી નાખે તે પહેલા જ ATS એ ઉઠાવી લીધા છે. આતંકીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે હાલ ત્રણેય આરોપીઓ સોશિયલ મીડિયા થકી AK-47 ચલાવવા મામલે તાલીમ મેળવવા હતા. વધુમાં સ્થાનિક યુવાનોને ટાર્ગેટ કરી તેને આતંકી બનાવ્યા બાદ મોટા હુમલાને અંજામ આપવાના હોવાનું પણ ખુલ્યું છે.
શુ હતો સમગ્ર કેસ?
આ કેંસની વિગત એવી છે કે ગુજરાત એટીએસની ટીમે થોડા દિવસ આગાઉ જ રાજકોટની સોની બજારમાંથી આતંકવાદી સેફ નવાઝ તથા અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ ને દબોચી લીધા હતા. તમામ સોની બજારમાં કામ કરતા હતા અનેઆતંકી સંગઠન અલકાયદા સાથે કથિત રીતે સંકળાયેલ હતા.જેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા અને મોબાઈલ મારફતે અનેક શકમંદોના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને સૌરાષ્ટ્રભરમાં સનસનાટી મચી ગઈ હતી.