ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવો ભાવ
રક્ષાબંધન જતા જ તહેવારોની હાર માળા શરૂ થઈ જતી હોય છે. રક્ષાબંધન બાદ સાતમ આઠમ જન્માષ્ટમી અને ત્યારબાદ નવરાત્રી અને દિવાળી તહેવારોમાં ગણતરીના દિવસો જ આડા હોય છે ત્યારે ગુજરાતમાં આ બધા તહેવારોમાં ઘરે ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની પરંપરા વર્ષોથી આવી રહી છે તેવામાં તહેવારના સિઝન ટાંકણે જ ગુજરાતમાં તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું જોકે દિવસે મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે અને લોકોનું આવકનો સ્ત્રોત એટલો જ રહે છે જેના કારણે મધ્યમથી ગરીબ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 3.50 કરોડ ગરીબો છે. જોકે નવરાત્રી ટાણે જ સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી તરફ ખાદ્યતેલના ભાવ પણ જેટ ગતિએ વધી રહ્યા છે. જોકે તેલના ભાવ વધવા પાછળનું કારણ સંગ્રહ ખોરી કરનાર લોકો ને ગણવામાં આવે છે.સિઝન આવતાની સાથે જ સંગ્રહ ખોરીઓએ જુના જથ્થાનું વેચાણ શરૂ કરી દેતા સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓમાં ચર્ચા રહ્યું છે. જોકે છેલ્લા અઠવાડિયાથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે માર્કેટ યાર્ડમાં પણ મગફળીની આવક થતા ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલ નો ડબ્બો 3170 ને પાર થયો હતો જેમાં ઘટાડો થતાં સિંગતેલનો ડબો સૌરાષ્ટ્રમાં 3000 રૂપિયા પહોંચ્યો છે. જેથી ગૃહિણીઓમાં હાશકારો થયો છે.
સીંગતેલના ભાવ પર સોમા દ્વારા વિશિષ્ટ ટિપ્પણી
સીંગતેલના ભાવમાં જેટ ગતિએ વધતા સોમા દ્વારા વિશેષ ટિપ્પણી કરવામાં આવી છે જેમાં તેમને કહ્યું હતું કે મગફળીનું ઉત્પાદન ઓછું થતા અછત સર્જાય છે જેના કારણે પીલાડમાં પણ નથી આવતી જો કે આ વર્ષે મગફળીના વાવેતરમાં પણ ઘટાડો થયો છે જેના કારણે માંગમાં વધારો થતાં સિંગતેલના ભાવ જેટ ગતિએ વધી રહ્યા છે.