જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા.
માં ભારતી ભોમની રક્ષા કાજે હાલાર પંથકના વધુ એક હિરલાએ શહીદી વહોરી છે. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવીન્દ્રસિંહ હનુભા આર્મીની EME પાંખમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા હતા. જે પંજાબના ભટીન્ડામાં ચાલુ ફરજ દરમિયાન વીગતી પામ્યા હતા. પાર્થિવ દેહને તેના વતન સન્માનભેર લાવવામાં આવ્યો હતો. તેના પરિવાર દ્વારા જવાન ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના શહીદ વીર જવાનનો પાર્થિવદેહ માદરે વતન પહોંચતા ગામ આખુ હિબકે ચડ્યુ હતું. માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલા જવાનની ગામ લોકોએ સજ્જડ બંધ પાડીને શહીદ યાત્રા કાઢવામાં આવી. અંતિમયાત્રા દરમિયાન ગ્રામજનો દ્વારા દેશભક્તિ ના ગીત અને તિરંગા સાથે જવાન અને સલામી આપવામાં આવી હતી આ અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
વીર શહીદની અંતિમયાત્રામાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવાયા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં ગામ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. વેપારીઓ અને ગામજનોએ બંધ પાડી અંતિમયાત્રામાં જોડાયા હતા અને શહીદ જવાનને શ્રદ્ધાંજલી અર્પી હતી. શહીદ જવાનની અંતિમયાત્રા ગામમાં નિકળતા ગામ લોકોએ ભીની આંખે શહીદ ને વિદાય આપી હતી. આ બાદ જવાનો અને પોલીસ કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદ રવીન્દ્રસિંહ જાડેજાએ શ્રધ્ધાજલિ અર્પી હતી… અને પરિવારજનોના હસ્તે જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.