દિવાળી ટાણે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો

 

જામનગરમાં દિવાળી ટાણે જ ડુંગળીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ઘરમાં તહેવાર નિમિત્તે અવનવી વાનગીઓ બનતી હોય છે. ત્યારે દિવાળી ટાણે જ અનાજ કઠોળ બાદ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં એકાએક 60% નો વધારો નોંધાયો છે જોકે આ પાછળનો મુખ્ય કારણ ઓછી આવક અને વરસાદ હોવાનો વેપારીઓ જણાવી રહ્યા છે.

અનાજ કઠોળ દૂધ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દિવાળી ટાણે કપડાના ભાવમાં પણ વધારો નોંધાયો છે ત્યારે ટમેટા આદુ બાદ હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોની આવક સીમિત બનતી જાય છે તો બીજી તરફ જીવન જરૂરિયાત વસ્તુ તેમજ અનાજ કઠોળના ભાવમાં થતા વધારાને કારણે લોકોની ખરીદી શક્તિ ઘટતી જાય છે તેવામાં સીઝન ટાંકણે જ શાકભાજીના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. જામનગરની બજારમાં ડુંગળીની આવક સ્થાનિક તેમજ અન્ય રાજ્યોમાંથી થાય છે ત્યારે આ વર્ષે ઉપરથી જ માલની અછત તેમજ સ્થાનિક લેવલે કમ મોસમી વરસાદને કારણે ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે જેને પગલે ડુંગળીના ભાવમાં વધારો થયો છે વેપારીઓના અંદાજ મુજબ આગામી દિવસોમાં પણ ડુંગળીના હજુ વધુ રોડ આવે તેવી શક્યતા છે એટલે કે તેના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે 15 દિવસ પહેલા ડુંગળી હોલસેલ રૂપિયા 20 થી 25 રૂપિયા કિલો વેચાતી હતી જ્યારે આજે 50થી 55 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે જ્યારે બજારમાં 60 થી 65 રૂપિયા કિલો ડુંગળી વેચાય રહી છે તો વળી બીજી તરફ દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ દિવસોમાં લોકો વધુને વધુ બારે ફરવા ફરવા તેમજ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે. ગત વર્ષે પણ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે રેસ્ટોરન્ટ માંથી ડુંગળી જાણે ગાયબ જ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી ત્યારે આગામી દિવસોમાં આવી સ્થિતિ પુનઃ નિર્માણ ન તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. વધતી જતી મોંઘવારીને કારણે લોકોની ખરીદ શક્તિ પણ ઓછી થાય છે જેના કારણે તહેવાર ટાણે પણ બજારમાં રોનક જોવા મળી રહી નથી. ત્યારે મોંઘવારીને કારણે ફક્ત ગૃહિણીઓમાં જ નહીં પરંતુ આ વર્ષે વેપારીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.