પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ…

આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યને જાળવણી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે તે માટે નિયમિત પણ કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહિલાઓ માટે ક્યારેક કસરત કરવી ત્યારે ન કરવી તે એક મૂંઝવણનો પ્રશ્ન છે. પિરિયડ સમયે દરેક સ્ત્રી અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલી હોય છે પિરિયડ્સ દરમિયાન માથાનો દુખાવો ડિપ્રેશન જેવી સમસ્યાથી પીડાતા હોય છે. આવી પરિસ્થિતિમાં કસરત કરતી કેટલી યોગ્ય છે અને કેવી કસરત કરવી જોઈએ આવા અનેક પ્રશ્નો સ્ત્રીઓના મનમાં ઉઠતા હોય છે. એનો જવાબ છે કે માસિક ચક્ર સમયે કસરત કરવી જોઈએ જેને કારણે દુખાવો ઘટાડી શકાય છે. જોકે દરેક સ્ત્રીને આ સમય દરમિયાન અલગ અલગ પ્રશ્નો અને અલગ અલગ સમસ્યા થતી હોય છે કોઈ સ્ત્રીને સ્લો વધારે આવતો હોય છે તો કોઈને ઓછો આવતો હોય છે આથી કસરત કરતા પહેલા ચોક્કસ ગાયનાકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ જો કે આ સમય દરમિયાન કસરત કરવાના ઘણા ખરા ફાયદા છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન હાર્મોન્સમાં થતા ફેરફારને કારણે સ્ત્રીઓ નબળાઈ અનુભવતી હોય છે જેને દૂર કરવા માટે કસરત ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત કસરત કરવાથી સ્નાયુ પણ મજબૂત બને છે. સામાન્ય રીતે પિરિયડ્સ ના બે અઠવાડિયા પહેલા એટલે કે વેલ્યુએશન થાય ત્યારથી જ હાર્મોન્સમાં ફેરફાર થવા લાગે છે જેને કારણે મહિલાઓને થાકની અનુભૂતિ થાય છે. આવી સ્થિતિમાં જો કસરત કરવામાં આવે તો શરીરની સાથે સાથે મૂળ પણ સારો રહે છે. જો કોઈ સ્ત્રીને બ્લડ ફલો વધુ આવતો હોય તો ચોક્કસપણે ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા બાદ જ કસરત કરવી જોઈએ જો કે સામાન્ય સંજોગોમાં આ સમય દરમિયાન ફિટનેસ જાળવી રાખવા માટે જોગિંગ અને ચાલવું હિતાવહ છે.

પીરીયડસના દુખાવા માટે આ કસરત કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કપાલ ભારતી પ્રાણાયામ
કેટકાવ પોઝ
બાલાસન
પ્લેન્ક પોઝ
કોબ્રા પોઝ
ડાઉન ડોગ પોઝ
શ્વાસન મુદ્રા

પિરિયડ દરમિયાન આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવું.

ભારે વજન ઉપાડવાનું નહીં
વધુ પડતી કસરત ન કરો
સ્ટ્રેચિંગ ઓછું કરો
ખાલી પેટ કસરત ન કરવી
દુખાવો થતો હોય તો કસરત ટાળવી
ખાધા પછી તરત કસરત ન કરવી
સ્વચ્છ અને ઢીલા કપડાં પહેરવા