આ રીતે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગ અને અન્ય બીમારી સામે રક્ષણ મેળવી શકાય
ઉનાળાની ગરમી બાદ વરસાદી ઋતુ શરૂ થતી હોય છે જે ખૂબ જ આહદાયક હોય છે. પરંતુ આ ઋતુમાં બીમારીઓ પણ સૌથી વધારે આવતી હોય છે કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં પણ વધારો થાય છે જેને કારણે ફંગલ કીટાણુ બેક્ટેરિયા અલગ અલગ વાઈરસની પણ વૃદ્ધિ થાય છે તો વળી આ સમયગાળા દરમિયાન આપણી પાચનશક્તિ પણ નબળી પડતી હોય છે જેને પગલે બીમારીઓ અને રોગચાળો વધુ ઝડપથી ફેલાતા હોય છે. તો વળી આ ઋતુમાં ચામડીના રોગો થવાની સંભાવના પણ વધી જાય છે બીજી તરફ આ સિઝનમાં આપણને ચટપટો ખોરાક ખાવાનું મન થાય છે જેથી આપણે સ્ટ્રીટ ફૂડ વધારે ખાતા હોઈએ છીએ. ત્યારે આ ખરાબ બેક્ટેરિયા અથવા તો ફૂગ ખોરાકમાં ચોંટી જાય છે જે ખોરાકની સાથે આપણા શરીરમાં પ્રવેશે છે જેને કારણે ડેન્ગ્યુ મલેરિયા વાયરલ ઇન્ફેક્શન જાડા ઉલટી પેટ જન્ય રોગ જેવા કે ગેસ એસીડીટી વગેરે થાય છે આ સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો અને પરસેવો વધુ પ્રમાણમાં વડતો હોય છે જેના કારણે ખરજવું શરીરમાં લાલાશ આવવું તેમજ ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે આવી પરિસ્થિતિમાં કોટનના કપડા પહેરવા જોઈએ આ ઉપરાંત જો વરસાદમાં ભીંજાયા હોતો જેમ બને તેમ ઝડપથી ચોખા અને સૂકા કપડા પહેરવા જોઈએ આ ઉપરાંત જો તમારું માથું તેલવાળું હોય તો તેને તરત જ ચોખા પાણીથી ધોવું જોઈએ બને ત્યાં સુધી બુટ પહેરવાનું ટાળવું જોઈએ તેમજ જો અનિવાર્ય સંજોગોમાં બુટ પહેરાય તો એ ચોક્કસપણે ધ્યાન રાખવું કે મોજા તો કોટનના જ પહેરવા જોઈએ જેને કારણે ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે વરસાદી ઋતુમાં લીમડાનું તેલ દિવેલ અને કરજણનું તેલ લગાવવાની સલાહ ડોક્ટર દ્વારા પણ આપવામાં આવતી હોય છે. આવા બધી સમસ્યાથી બચવા માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે આ ઉપરાંત આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાથી રોગચાળાના શિકાર થતા આપણે છીએ આ સિઝનમાં લીચી પપૈયા મોસંબી નાશપતિ જેવા ફળોનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ કારણ કે આ તમામ ફળોમાં એન્ટિઓક્સિડન્ટ સામેલ હોય છે જે રોગો સામે રક્ષણ આપવાનું તો કામ કરે જ છે આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવા મદદ કરે છે આ સાથે જ ડાયટમાં બાફેલી અથવા શેકેલી મકાઈ ઉમેરવી જોઈએ કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ કારણ કે તેમાં ઇલેક્ટ્રોલાઇટ નું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તો મદદરૂપ છે જ આ સાથે તે ત્વચા અને હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે તો વળી નાળિયેર વિટામીન સી થી ભરપૂર હોવાથી તે રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે.