નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન
ગુજરાત ભરમાં નવરાત્રી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તેમાં યુવાનોમાં આ તહેવાર પ્રત્યે કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને યુવતી આ તહેવારમાં વધુને વધુ આકર્ષક દેખાવા માંગતી હોય છે, ત્યારે તેઓ પરંપરાગત ચણિયાચોરીની સાથે અવનવો લૂક પણ મેકઅપ કરીને કરતી હોય છે. અવનવા લુક મેળવવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના કોસ્મેટિક તેમજ મેકઅપ નો ઉપયોગ કરતી હોય છે પરંતુ આ દરમિયાન ઘણી વખત તેની વિપરીત અસર થતી હોય છે જેના કારણે ત્વચા પર પણ ઘણા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે.
નવરાત્રી બાદ મેકઅપના કારણે ત્વચામાં ઘણો બધો ફેરફાર આવતો હોય છે જેથી નવરાત્રી પહેલા અને નવરાત્રી બાદ સ્કીનની કાળજી રાખવી ખૂબ અનિવાર્ય બની જાય છે. નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ગરબે ઘુમીયા બાદ થાકીને ઘરે આવે છે ત્યારે સાધના કારણે મેકઅપ સ્કિનમાંથી રીમુવ કરતા નથી અથવા તો યોગ્ય રીતે કરતા નથી જેને કારણે ત્વચામાં સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં મેકઅપ ઉતારવામાં ન આવે તો તે ત્વચાની અંદર છિદ્રમાં ગંદકી કરે છે જેના કારણે ત્વચાની અનેક સમસ્યા થાય છે આવી પરિસ્થિતિથી બચવા માટે મેકઅપ ને રીમુવ કરવું ખૂબ જ અગત્યનું બની ગયું છે આ સિવાય નિયમિત રીતે ત્વચાને એક્સપોલિયેશન આપવું અને મોઇસરાઈઝીંગ કરવું ખૂબ જ જરૂરી છે.