સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ
ભારતના અલગ અલગ રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હીમા કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. જેનો શિકાર નાના લોકો સુધી તમામ બની રહ્યા છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી થતો હોય છે. જેની શરૂઆત સામાન્ય તાવ થી ઘણી વખત થતી હોય છે. આવા સંજોગોમાં તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ રહેશે તો આવો જાણીએ શું છે ડેન્ગ્યુ ના લક્ષણો અને તેમાં કેટલી પ્રકારના તાવ આવે છે.
ડેન્ગ્યુમાં ત્રણ પ્રકારના તાવ આવતા હોય છે
હળવા ડેન્ગ્યુમાં સામાન્ય રીતે સામાન્ય તાવ હોય છે જ્યારે ડેન્ગ્યુ હેમરાજજીક ફીવર અને ત્રીજું ડેન્ગ્યુ શોખ સિન્ડ્રોમ જેવા પ્રકારના તાવ આવતા હોય છે. જો ડેન્ગ્યુના તાવ ના લક્ષણ ની વાત કરવામાં આવે તીવ્ર તાવ આવો, આંખ પાછળ દુખાવો થાક લાગો ઉલટી ઉગતા તેમજ ત્વચા ઉપર લાલ ફોડકીઓ ચકમાં અને ભૂખ ન લાગવી જેવી સ્થિતિ શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ સતત ઉલટી પેશાબમાં લોહી આવવું બેચેની થવી નાકમાંથી લોહી નીકળવું જેવા લક્ષણો દેખાતા હોય છે જોકે આમાં ના અમુક લક્ષણો દર્દીમાં ગંભીર ડેન્ગ્યુ હોય તેવા સંજોગોમાં દેખાય છે.
જો કોઈ આમાં ના લક્ષણો દેખાય તો તેને હળવાશમાં ન લેવું જોઈએ જે લાંબા ગાળે બહુ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે આથી જરા પણ શંકા લાગે તો તરત જ નજીકના ડોક્ટરનું સંપર્ક કરી અને ડોક્ટરના જણાવ્યા મુજબ યોગ્ય સારવાર અથવા રિપોર્ટ કરાવી લેવા હિતાવહ રહેશે.
આટલું કરવાથી ડેન્ગ્યુથી બચી શકશો
- મચ્છરદાની નો ઉપયોગ કરો.
- મશીન ક્રીમ અથવા તો મચ્છર ને દૂર કરી શકે તેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો.
- સામાન્ય રીતે વહેલી સવારે અને સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય છે તે સમયે બહાર જવાનું ટાળો.
- ગંદકી સાફ કરો.
- શક્ય હોય તો પૂરી સ્લીવ વાળા કપડાં પહેરો.
- ઘરની આજુબાજુ ગંદકી અથવા તો પાણી ભરાઈ ગયું હોય તો તેને સાફ કરાવો.
- વાસણો તેમજ પાણીને ઢાંકીને રાખો.
- કુલરમાં પાણી નિયમિત રીતે બદલતા રહો.
- યોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લો.
- જંતુનાશક દવાઓનો છંટકાવ કરો.