આ રીતે આપો વિઘ્નહર્તાને વિદાય જાણો શું છે નિયમ જાણો….
હિન્દુ સંસ્કૃતિ મુજબ શુક્લપક્ષની ચતુર્થીએ ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે વિઘ્નહર્તાનો જન્મ થયો હોવાથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને વિઘ્નહર્તાને દસ દિવસ બાદ પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ ઉત્સવ પૂર્ણ થાય છે. સામાન્ય રીતે અનંત ચતુર્થીના દિવસે બાપાને પોતાના નિવાસસ્થાન થી અથવા તો મોટા પંડાલોમાંથી વિદાય આપવામાં આવે છે. જોકે ઘણા ભક્તો દસ દિવસ સુધી ગણપતિ બાપા ને અંગત કારણોસર ઘરમાં રાખી શકતા ન હોવાથી તેઓ ફક્ત એક પાંચ ત્રણ સાત અને 11 માં દિવસે બાપા ને વિદાય આપી અને જળાશયમાં અથવા તો ઘરે પાણીમાં વિસર્જન કરતા હોય છે. આ દસ દિવસ દરમિયાન બાપા ને લોકો અનંત શ્રદ્ધાથી પોતાના ઘરે બિરાજમાન કરતા હોય છે અને અલગ અલગ ભોગ તેમજ અણકોટ રામ ધુન હનુમાન ચાલીસા સત્યનારાયણ ની કથા ગાયત્રી હવન સહિતના અનેક ધાર્મિક કાર્યો કરતા હોય છે આ સાથે જ જમણવારનું પણ આયોજન લોકો કરતા હોય છે. અનંત ચતુર્થીના દિવસે ભગવાનનું વિસર્જન નદી તળાવ કે જળાશયમાં કરતા હોય છે.
વિસર્જન કરતા પહેલા આ રીતે કરો વિધિ
દેવાધિદેવ ગણપતિ ને દુર્વા અનંત પ્રિય છે આથી તેમને પહેલા દુર્વા ઈલાયચી ફૂડ નાળિયેર તથા પાન ચડાવવા જોઈએ જે બાદ વિઘ્નહર્તાની આરતી ઉતારી ને ભોગ ચડાવીને તેમને પાણીમાં વિસર્જન કરવા જોઈએ. આ વિસર્જન શુભ મુહૂર્તમાં કરવું જોઈએ તેમજ ગણપતિને ત્રણ વખત પાણીમાં ડુબાડ્યા બાદ તેને પાણીમાં પધરાવવા જોઈએ. ઘરની અંદર જ કોઈ વાસણમાં વિસર્જન કરી રહ્યા છો તો વિઘ્નહર્તા સંપૂર્ણપણે પાણીમા સમય ન જાય ત્યાં સુધી રાહ જુઓ. મૂર્તિ સંપૂર્ણ પીગળ્યા બાદ તેના પાણીને બગીચામાં રહેલા છોડને પાણી આપવામાં ઉપયોગ કરવું જોઈએ. આ ઉપરાંત પૂજામાં ચડાવેલો પૂજાપો તેમજ ભગવાનના વસ્ત્રોને પણ પાણીમાં પધરાવવા જોઈએ.